Somnath Yatra App : કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રવિવારે ગૃહમંત્રી અમિત શાહે ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી અને સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ પણ લોન્ચ કરી. ચાલો જાણીએ આ એપની સુવિધાઓ વિશે.
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મંદિરમાં "સોમનાથ યાત્રા એપ"નું ઈ- લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. વન સ્ટોપ સોલ્યુશન"સોમનાથ યાત્રા એપ"એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુસાફરોની સુવિધાની દિશામાં મહત્વનું પગલું છે. આ એપની મદદથી યાત્રાધામ સોમનાથ, ભાલકા રામ મંદિરના મુખ્ય મંદિરોના જીવંત દર્શન તેમજ આવાસ અને સોમનાથ કેવી રીતે પહોંચવું તેની માહિતી ઉપરાંત ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી મળી રહેશે.
1 / 6
જણાવી દઈએ કે આ સમાચાર લખાઈ છે ત્યાર સુધીમાં 50, 000 યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી છે. આ એપ એન્ડ્રોઈડ અને એપલ યુઝર્સ ડાઉનલોડ કરી શકશે. આ એપમાં સાઈન અપ કરવા માટે તમારે તમારા નામ, મોબાઈન નંબર અને લિંગની માહિતી આપવી પડશે. મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી નંબરને એપમાં રજીસ્ટ્રેશન કરવા માટે આપવો પડશે.
2 / 6
એપમાં લોગિન થયા બાદ તમારે નામ, નંબર, આધાર કાર્ડ, ઈમેલ આઈડી, સરનામું, રાજ્ય, શહેર, પીન નંબર, જન્મ તારીખ સહિતની માહિતી આપવી પડશે. આ સાથે સાથે આ એપમાં તમારે તમારા ગોત્ર અને કુળદેવીની માહિતી પણ આ એપમાં આપવી પડશે. ત્યાર બાદ જ તમે આ એપની સુવિધાઓનો લાભ લઈ શકશો.
3 / 6
ભક્તો માટે આ એપમાં તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર), ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાનની ઇ-કોપી), સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી, મંદિરની નજીકની માહિતી, દર્શનીય સ્થળની માહિતી જોવા મળશે.
4 / 6
આ એપ દ્વારા તમે ઓનલાઇન પૂજાવિધિની નોંધણી, પ્રસાદની ખરીદી અને નજીકના ભોજનાલય અને રહેવાની સુવિધાની માહિતી મેળવી શકશો.
5 / 6
આ એપમાં તમે ઈ -માલા એટલે કે મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની સુવિધાનો લાભ લઈ શકશો. દર્શન પહેલા તમે સોમનાથમાં પોતાના માટે રુમ પણ બુક કરી શકશો, તેના ખર્ચ સહિતની તમામ માહિતી આ એપમાં તમને જાણવા મળશે.