Highest Paid Actors Of South Cinema : સાઉથના 5 સૌથી મોંઘા સુપરસ્ટાર, સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મો કમાણીના મામલે બોલિવૂડ ફિલ્મોને આપે છે ટક્કર

આજના સમયમાં સાઉથના સ્ટાર્સ દેશભરમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જાણીતા છે. સાઉથના આ કલાકારોની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે અને સાથે જ તેઓ કલાકારો પાસેથી તેમની ફિલ્મો માટે તગડી ફી વસૂલે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 9:09 AM

બોલિવૂડ કરતાં વધુ લોકો ટોલીવુડના દિવાના બની રહ્યા છે. આ સ્થિતિમાં બોલિવૂડમાં સાઉથની ફિલ્મોની રિમેક પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે સાઉથની ફિલ્મોનો પ્રભાવ બોલિવૂડ પર શરૂઆતથી જ રહ્યો છે. સાઉથ ઈન્ડસ્ટ્રીની ફિલ્મો હાલમાં કમાણીના મામલે બોલિવૂડ ફિલ્મોને ટક્કર આપી રહી છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. આજના સમયમાં સાઉથના સ્ટાર્સ દેશભરમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જાણીતા છે. સાઉથના આ કલાકારોની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે અને સાથે જ તેઓ કલાકારો પાસેથી તેમની ફિલ્મો માટે તગડી ફી વસૂલે છે

 રજની કાન્ત-
સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી ભાગ્યે જ કોઈ એવું હશે જે રજનીકાંતને ના ઓળખતું  હોય. રજની કાંત એવા જ એક એક્ટર છે જે દેશ ઉપરાંત વિદેશમાં પણ જાણીતા છે. ફેન્સ તેની એક ઝલક મેળવવા આતુર છે. જો રજનીકાંતની કમાણીની વાત કરવામાં આવે તો એક રિપોર્ટ અનુસાર રજની કાંત પોતાની એક ફિલ્મ માટે 40 થી 50 કરોડ રૂપિયા લે છે. રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંતે તેની એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા લીધા છે. તેની ફી કોઈના પણ હોશ ઉડાડવા માટે પૂરતી છે. ફિલ્મ ફીના મામલામાં રજનીકાંતે બોલિવૂડના એક્ટર અને એકટ્રેસને કમાણી મામલે પાછળ છોડી દીધા છે. ( PS: instagram )

રજની કાન્ત- સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી ભાગ્યે જ કોઈ એવું હશે જે રજનીકાંતને ના ઓળખતું હોય. રજની કાંત એવા જ એક એક્ટર છે જે દેશ ઉપરાંત વિદેશમાં પણ જાણીતા છે. ફેન્સ તેની એક ઝલક મેળવવા આતુર છે. જો રજનીકાંતની કમાણીની વાત કરવામાં આવે તો એક રિપોર્ટ અનુસાર રજની કાંત પોતાની એક ફિલ્મ માટે 40 થી 50 કરોડ રૂપિયા લે છે. રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંતે તેની એક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા લીધા છે. તેની ફી કોઈના પણ હોશ ઉડાડવા માટે પૂરતી છે. ફિલ્મ ફીના મામલામાં રજનીકાંતે બોલિવૂડના એક્ટર અને એકટ્રેસને કમાણી મામલે પાછળ છોડી દીધા છે. ( PS: instagram )

1 / 5
પ્રભાસ 
સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ તેની ફિલ્મ બાહુબલી બાદ આજે દેશ-વિદેશમાં જાણીતો છે. આ ફિલ્મના બંને ભાગ સુપરહિટ સાબિત થયા હતા. પ્રભાસે 2019માં તેની ફિલ્મ સાહોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો પ્રભાસની કમાણીની વાત કરવામાં આવે તો તે એક ફિલ્મ માટે લગભગ 35 કરોડ રૂપિયા લે છે. ( ps: actorprabhas instagram)

પ્રભાસ સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ તેની ફિલ્મ બાહુબલી બાદ આજે દેશ-વિદેશમાં જાણીતો છે. આ ફિલ્મના બંને ભાગ સુપરહિટ સાબિત થયા હતા. પ્રભાસે 2019માં તેની ફિલ્મ સાહોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો પ્રભાસની કમાણીની વાત કરવામાં આવે તો તે એક ફિલ્મ માટે લગભગ 35 કરોડ રૂપિયા લે છે. ( ps: actorprabhas instagram)

2 / 5
મોહન લાલ-
સાઉથ સ્ટાર મોહન લાલની ફિલ્મો પણ સુપરહિટ સાબિત થાય છે. અભિનેતા મોહન લાલ દેશ ઉપરાંત વિદેશમાં પણ જાણીતા છે. અત્યાર સુધી તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જો કમાણીની વાત કરવામાં આવે તો અભિનેતા મોહન લાલ તેની એક ફિલ્મ માટે '64' કરોડ સુધીની ફી લે છે. ( PS : mohanlal twitter )

મોહન લાલ- સાઉથ સ્ટાર મોહન લાલની ફિલ્મો પણ સુપરહિટ સાબિત થાય છે. અભિનેતા મોહન લાલ દેશ ઉપરાંત વિદેશમાં પણ જાણીતા છે. અત્યાર સુધી તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. જો કમાણીની વાત કરવામાં આવે તો અભિનેતા મોહન લાલ તેની એક ફિલ્મ માટે '64' કરોડ સુધીની ફી લે છે. ( PS : mohanlal twitter )

3 / 5
એક્ટર રામચરણ 
સાઉથના સુપરસ્ટાર રામચરણ એક જાણીતું નામ છે. તાજેતરમાં તેની ફિલ્મ RRR સૌથી વધુ ચર્ચિત ફિલ્મો પૈકી એક છે. જો કમાણીની વાત કરવામાં આવે તો એક્ટર રામચરણ પોતાની એક ફિલ્મ માટે 10 થી 14 કરોડ રૂપિયા લે છે. (PS:  The Hans India)

એક્ટર રામચરણ સાઉથના સુપરસ્ટાર રામચરણ એક જાણીતું નામ છે. તાજેતરમાં તેની ફિલ્મ RRR સૌથી વધુ ચર્ચિત ફિલ્મો પૈકી એક છે. જો કમાણીની વાત કરવામાં આવે તો એક્ટર રામચરણ પોતાની એક ફિલ્મ માટે 10 થી 14 કરોડ રૂપિયા લે છે. (PS: The Hans India)

4 / 5
અલ્લુ અર્જુન-
સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે બોલિવૂડ પર પણ રાજ કરી રહ્યો છે. તેની ફિલ્મ પુષ્પાએ પણ કમાણીના મામલામાં બોલિવૂડ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુન તેની એક ફિલ્મ માટે 20 થી 25 કરોડ રૂપિયા  ફી લે છે. ( PS : alluarjun twitter)

અલ્લુ અર્જુન- સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે બોલિવૂડ પર પણ રાજ કરી રહ્યો છે. તેની ફિલ્મ પુષ્પાએ પણ કમાણીના મામલામાં બોલિવૂડ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુન તેની એક ફિલ્મ માટે 20 થી 25 કરોડ રૂપિયા ફી લે છે. ( PS : alluarjun twitter)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">