AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ઉનાળામાં AC માંથી સીધા તડકામાં જવું તમારા શરીર માટે કેટલું જોખમી ? જાણી લો

ઉનાળામાં લાંબા સમય સુધી એસીમાં રહ્યા પછી બહાર નીકળવાથી હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓ થઈ શકે છે. શરીરના તાપમાનમાં અચાનક ફેરફારને કારણે આવું થાય છે.

| Updated on: May 18, 2025 | 9:05 PM
Share
ઉનાળાની ઋતુ પોતાનો કહેર બતાવે છે અને તાપમાન દિવસેને દિવસે વધતું જાય છે. આવું ગરમ હવામાન ટાળવા માટે લોકો ઘરમાં અને ઓફિસમાં એસીનો સહારો લે છે. મોટાભાગની ઓફિસોમાં એસી સતત ચલાવવામાં આવે છે, અને લોકો લાંબા સમય સુધી તેના ઠંડકભર્યા વાતાવરણમાં કામ કરે છે. પરંતુ એસીમાંથી તરત બહાર તડકામાં જવું, ખાસ કરીને બપોરના સમયે, ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે.

1 / 6
એસીના વાતાવરણમાં સામાન્ય રીતે તાપમાન 20 થી 24 ડિગ્રી વચ્ચે હોય છે, જ્યારે બાહ્ય વાતાવરણનું તાપમાન ઉનાળામાં 40 થી 45 ડિગ્રી થઈ જાય છે. આ રીતે અંદર અને બહારના તાપમાનમાં લગભગ 20 થી 25 ડિગ્રીનો તફાવત હોય છે. જ્યારે શરીર થંડા વાતાવરણમાં રહે છે અને અચાનક ગરમ તડકામાં પહોંચે છે, ત્યારે શરીરના તાપમાનનું સંતુલન બગડી શકે છે. આ સ્થિતિ હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશન અને બ્લડ પ્રેશરના બદલાવ જેવી ગંભીર સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે.

2 / 6
વિશેષત્વે, જેમને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, એમણે વધારે સાવચેતી રાખવી જોઈએ. આવા લોકોને તડકામાં અચાનક જવાથી બ્રેન હેમરેજ કે હાર્ટ એટેક જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી એસીમાં રહીને તડકામાં નીકળવાથી ચક્કર આવવી, ગભરાટ થવો, ઉલ્ટી થવી કે ધબકારા વધી જવા જેવી લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

3 / 6
એસીમાંથી બહાર નીકળતી વખતે કેટલીક ખાસ સાવચેતીઓ રાખવી અત્યંત જરૂરી છે, જેથી તડકાના તીવ્ર પ્રભાવથી બચી શકાય. સૌથી પહેલું પગલું એ છે કે બહાર નીકળતાં પહેલાં થોડો સમય ઓફિસના એન્ટ્રિ એરિયામાં અથવા નોન-એસી વિસ્તારમાં ઊભા રહીને શરીરને તડકાનો સામનો કરવા માટે તૈયાર કરવો. તરત જ તડકામાં પ્રવેશ કરવો તાપમાનના તીવ્ર ફેરફારને કારણે નુકસાનકારક થઈ શકે છે. બીજી મહત્વની બાબત એ છે કે ખાલી પેટે બહાર ન નીકળવું જોઈએ.

4 / 6
હળવો નાસ્તો કે કોઈ તરલ પદાર્થ લઈને બહાર નીકળવું આરોગ્ય માટે લાભદાયી રહેશે. ઉપરાંત, તડકામાં જતાં પહેલાં શરીરને સારી રીતે ઢાંકી લેવું, ખાસ કરીને માથું કેપ, સ્કાર્ફ કે ટાવેલ વડે ઢાંકવું ખૂબ જ જરૂરી છે. આ તાપમાનના સીધા પ્રભાવથી બચાવે છે. સાથે સાથે, જો તડકામાં વધુ સમય માટે જવું પડે તો પાણીની બોટલ સાથે રાખવી અને સતત હાઇડ્રેટેડ રહેવું પણ અનિવાર્ય છે. આ તમામ સાવચેતીઓ અપનાવવાથી ગરમીમાં ત્વરિત તાપમાન પરિવર્તનના જોખમોથી દૂર રહી શકાય છે.

5 / 6
લાંબા સમય સુધી એસીમાં રહીને તડકામાં સીધા જવાની આદત ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ખાસ કરીને ઉનાળાની બપોરે જ્યારે તાપમાન સૌથી વધુ હોય ત્યારે વધારે સાવચેતી રાખવી જોઈએ. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ખૂબ જ સરળ એવા પગલાઓથી મોટું જોખમ ટાળી શકાય છે.

6 / 6

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">