Women’s health : શું નાની ઉંમરે પીરિયડ્સ આવવાએ કોઈ બીમારી છે? ડૉક્ટર પાસેથી જાણો
છેલ્લા કેટલાક વર્ષોથી છોકરીઓને નાની ઉંમરમાં પીરિયડ્સ આવવા લાગ્યા છે. 10 થી 12 વર્ષની ઉંમરમાં પીરિયડ્સ શરુ થઈ ગયા છે. નાની ઉંમરે પીરિયડ્સ કેમ શરુ થાય છે. શું આ કોઈ બીમારી છે? આ બધા સવાલોના જવાબ આપણે ડોક્ટર પાસેથી જાણીએ.

સામાન્ય રીતે છોકરીઓને પીરિયડ્સ શરુ થવાની ઉંમર 14 થી 15 વર્ષની માનવામાં આવે છે પરંતુ આજના સમયમાં 10 થી 12 વર્ષની ઉંમરમાં પીરિયડ્સ આવી જાય છે. નાની ઉંમરમાં પીરિયડ્સ કેમ આવે છે, શું આની પાછળ કોઈ કારણ છે? આ વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.

ડોક્ટરે જણાવ્યું કે, આજકાલ જે રીતે લાઈફસ્ટાઈલ બદલાય રહી છે. તે રીતે નવી નવી બીમારીઓ પણ આવવા લાગી છે. આજકાલ નાની ઉંમરમાં છોકરીઓને પીરિયડ્સ આવવા લાગ્યા છે. છોકરીઓની લાઈફસ્ટાઈલ બદલાય છે.

ફાસ્ટફુડનું સેવન વધ્યું છે. આ સેવન તેમના શરીર પર નકારાત્મક અસર કરી રહી છે.આવું ખાવાથી શરીરમાં હોર્મોન્સ બેલેન્સ બગડે છે અને છોકરીઓને નાની ઉંમરમાં પીરિયડ્સ આવવા લાગે છે.

ડોક્ટરે બીજું કારણ એ પણ જણાવ્યું કે, પીરિયડ્સ વહેલા આવવાનું એક કારણ સ્થૂળતા પણ હોઈ શકે છે.સ્ટ્રેસનું પણ આનું એક કારણ છે. નાની ઉંમરમાં છોકરીઓને અભ્યાસ પર વધારે પ્રેસર રહે કે પછી માનસિક તણાવમાં રહે છે. તો તેમને જલ્દી પીરિયડ્સ આવી શકે છે. આવા કેસમાં એક કારણ સ્થૂળતા પણ હોય શકે છે.

જો 10 થી 15 વર્ષની ઉંમરમાં પીરિયડ્સસ આવી રહ્યા છે. તે કોઈ બીમારી નથીપરંતુ 7-8 વર્ષની ઉંમરમાં પીરિયડ્સ આવે તેને પ્રિકોશિયસ બ્યુબર્ટી કહેવામાં આવે છે. જેમાં છોકરીઓ ઉંમરમાં મોટી લાગે છે. જો અન્ય કોઈ સમસ્યા હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરુરી છે.

માતાઓએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું. જો તમારે પણ દીકરી છે. તો તેને નાની ઉંમરમાં કોઈ પણ પ્રકારનો માનસિક તણાવ ન આવવા દો, તેની લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખો. બહારના ફુડનું સેવન ટાળો. સ્થૂળતા ઘટાડવા માટે કસરત અને યોગા કરો,

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































