Women’s health : શું છીંકતી વખતે કે હસતી વખતે યુરિન લીક થાય છે? તેના કારણો જાણો
જ્યારે તમે ટોયલેટ પહોંચ્યા પછી પણ પેશાબને નિયંત્રિત કરી શકતા નથી, અથવા ખાંસી ખાતી વખતે, ભારે વજન ઉપાડતી વખતે, ટેનિસ રમતી વખતે અથવા શારીરિક સંબંધ બાંધતી વખતે આવું થાય છે, ત્યારે તેને યુરિન લિકેજની સ્થિતિ માનવામાં આવે છે. આ લિકેજના વિવિધ કારણો હોઈ શકે છે. ચાલો વિસ્તારથી જાણીએ.

શું તમારી સાથે ક્યારેય એવું થયું છે કે, હસતી વખતે , ઉધરસ ખાતી વખતે કે, છીંક આવે તો યુરિન લીક થાય છે. એક ઉંમર બાદ મહિલાઓમાં આ સમસ્યા ખુબ જોવા મળે છે. ખાસ કરીની ડિલિવરીથી બાળકને જન્મ આપનારી મહિલાઓ આ સમસ્યાનો સામનો વધારે કરતી જોવા મળે છે.

યુરિન પર કાબુ ન થવાથી કે કોઈ બીમારીના કારણે કે અન્ય કોઈ કારણોસર મહિલાઓ આ સમસ્યાનો સામનો કરે છે.આ સમસ્યાને તબીબી ભાષામાં UI તરીકે ઓળખવામાં આવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, યુરિન લિકેજ થવાનું કારણ શું છે તે જાણો. યુરિન કેમ લિકેજ થાય છે?

યુરિન લિકેજથી ફક્ત કપડાં જ ભીના થઇ જાય એવુ નથી, પરંતુ ટોયલેટમાં પહોંચ્યા પછી પણ યુરિનને નિયંત્રિત કરી શકતા નથી, અથવા જ્યારે ખાંસી, ભારે વજન ઉપાડતી વખતે, ટેનિસ રમતી વખતે અથવા શારીરિક સંબંધ બાંધતી વખતે આવું થાય છે, ત્યારે તેને યુરિન લિકેજની સ્થિતિ માનવામાં આવે છે. આ લિકેજના વિવિધ કારણો હોઈ શકે છે.

હવે સવાલ આવે કે, આવું કેમ થાય છે. તો આની પાછળ અનેક કારણો હોય છે,સૌથી સામાન્ય કારણોમાં માંસપેશિઓની નબળાઈથી લઈ ગર્ભાશય અને મૂત્રાશય જેમ કે પેલ્વિક ફ્લોર મસ્લસના રુપમાં જાણીતું છે.

સ્થૂળતા,યોનિમાર્ગમાં મુશ્કેલ ડિલિવરીને કારણે પેલ્વિક ફ્લોર પર દબાણ વધવું, એક ગર્ભાવસ્થા પછી થોડા સમયમાં ફરીથી ગર્ભવતી થવું,વારંવાર ગર્ભાવસ્થા સાથે સતત ઉધરસ અથવા ક્રોનિક કબજિયાત,કોઈપણ ક્રોનિક રોગ અથવા અન્ય ન્યુરોલોજીકલ કારણો પણ આ પાછળનું કારણ હોઈ શકે છે.

જો તમારું યુરિનનું લિકેજ તમારા વોશરૂમમાં પહોંચતા પહેલા થાય છે, તો તમે (UUI) પીડાઈ રહ્યા છો. બીજી બાજુ હસો છો કે ખાંસી ખાઓ છો ત્યારે યુરિન લીક થાય તો તેને (SUI) તરીકે જાણવામાં આવે છે. આ બંને સામાન્ય પ્રકારો છે.જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો ડૉક્ટરનો સંપર્ક કરો. ડૉક્ટરો પહેલા દર્દીને તેમની લાઈફ સ્ટાઈલ સુધારવાની સલાહ આપે છે. તેમને કોફી, ચા અને ધૂમ્રપાન ટાળવાની સલાહ આપવામાં આવે છે.

યુરિન લીકેજને રોકવા માટે સૌથી પહેલા એ વાત છે કે,ગાયનેકોલોજીસ્ટ સાથે વાતચીત કરો. તરેલો પદાર્થોનું સેવન ન કરવું. પેલ્વિક ફ્લોર એક્સરસાઈઝ.સ્થૂળતા ઘટાડીને અને તણાવને નિયંત્રિત કરીને સ્થિતિ સુધારી શકાય છે.આહારમાં ફેરફાર કરો કેફીન, ચોકલેટ, મસાલેદાર ખોરાક, એસિડિક રસ,ઠંડા પીણાનું સેવન ટાળો.જો સમસ્યા ગંભીર હોય, તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
