ભારત 'અનેકતામાં એકતા'માં માનનારો દેશ છે. અહીં જુદા-જુદા ધર્મમાં માનનારા લોકો રહે છે, અલગ-અલગ પરંપરાઓ છે, અલગ અલગ ભાષાઓ છે. આવી તમામ ભિન્નતા જ આપણા દેશની સુંદરતા છે. ચાલો જાણીએ ભારતની એવી વાતો જેને ઘણા ઓછા લોકો જાણે છે.
પૃથ્વી પર ભારતનું સરનામુ - ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભારતનો વિસ્તાર 8° 4' અને 37° 6' અક્ષાંશ પર વિષુવૃતના ઉત્તરમાં, 68°7'અને 97°25'રેખાંશ પર છે. ભારતની સીમાઓની લંબાઈ લગભગ 15,200 કિમી છે, જ્યારે મુખ્યભૂમિ, લક્ષદ્વીપ અને અંડમાન-નિકોબાર દ્વીપની તટરેખાની કુલ લંબાઈ 7,516.6 કિમી છે.
કેટલુ જીવે છે ભારતના લોકો ? - 2006-2011ની સ્થિતિ અનુસાર, ભારતમાં મહિલાઓ 68.1 વર્ષ જીવે છે. અને પુરુષ 65.8 વર્ષ જીવે છે.
ભારતનો ટેલીફોન કોડ +91 છે. દરેક દેશનો ટેલીફોન કોડ અલગ હોય છે.
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. ભારતનું રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવત પર આધારિત છે અને ચૈત્ર મહિનાથી શરુ થાય છે.