Plant In Pot : ઠંડીમાં તુલસીના છોડને લીલો રાખવા અપનાવો આ ટીપ્સ
હવામાનમાં આવતો ફેરફાર છોડના વિકાસને અસર કરે છે. નવેમ્બર આવતાની સાથે જ ઠંડી વધવા લાગે છે. ત્યારે તુલસીના છોડની યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો છોડ સુકાઈ જાય છે.

શિયાળાની ઋતુમાં તુલસીના છોડની સંભાળ રાખવી મહત્વપૂર્ણ છે. ઠંડા પવનો અને નીચા તાપમાનને કારણે તુલસીના પાંદડા સુકાઈ શકે છે અને ખરી શકે છે.

કૃષિ નિષ્ણાતો માને છે કે તુલસીના છોડની યોગ્ય કાળજી રાખીને ઠંડીમાં પણ સ્વસ્થ અને લીલો રાખી શકાય છે.

તુલસીના છોડને નિયમિત પાણી, સૂર્યપ્રકાશ, પોષણ અને રક્ષણ પૂરું પાડવું જરૂરી છે. આ દિવસોમાં તુલસીના છોડને જરુર હોય તો જ પાણી આપવું જોઈએ.

શિયાળાના મહિનાઓ દરમિયાન, તુલસીના છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યાએ રાખવો જોઈએ.

તુલસીના છોડને મધ્યમ માત્રામાં કાર્બનિક ખાતર આપો. તેમજ છાણિયું ખાતર માટીમાં નાખવો જોઈએ. તેનાથી પાંદડાઓની તાજગી જાળવવા માટે ફાયદાકારક છે.

છોડને નિયમિતપણે કાપો. આ નવા પાંદડાના વિકાસને પ્રોત્સાહન આપશે અને છોડને સ્વસ્થ રાખશે.

ભારે ઠંડી દરમિયાન, તુલસીના છોડને ઘરની અંદર અથવા ગરમ જગ્યાએ રાખો. તમે તમારી બાલ્કની પર પ્લાસ્ટિક શીટ અથવા કવરનો પણ ઉપયોગ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
