Sing Bhajiya Recipe : બાળકોને પસંદ આવતા સીંગ ભજીયા ઘરે બનાવો, આ રહી સરળ રેસિપી
Sing Bhajiya Recipe : સવાર-સાંજ નાસ્તામાં કંઈક ટેસ્ટી અને ચટપટું ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. ત્યારે મોટાભાગના લોકો બજારમાંથી નાસ્તો ખરીદીને લાવતા હોય છે. તો આજે બજારમાં મળતા શીંગ ભજીયા ઘરે કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી જોઈશું.

શીંગ ભજીયા બનાવવા માટે શીંગ દાણા, બેસન, ચોખાનો લોટ, કોર્ન ફ્લોર, તેલ, મીઠું, હીંગ, લાલ મરચું, સફેદ મરચું, ગરમ મસાલો, સંચળ, ચાટ મસાલો, સોડા, તેલ સહિતની સામગ્રીની જરુરત પડશે.

શીંગ ભજીયા બનાવવા માટે સૌથી પહેલા બેસન, ચોખાનો લોટ, કોર્ન ફ્લોરને ચાળી લો. હવે શીંગને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

ત્યારબાદ બધા જ લોટ શીંગમાં ઉમેરી લો. હવે તેમાં હીંગ, લાલ મરચુ, સફેદ મરચું, ગરમ મસાલો, સંચળ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

હવે આ મિશ્રણમાં થોડું થોડુ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક-એક કરીને શીંગ ભજીયા ઉમેરતા જાવ.

હવે શીંગ ભજીયા મીડિયમ ગેસ પર કડક થાય ત્યાં સુધી ફ્રાય થવા દો. ત્યારબાદ એક પ્લેટમાં કાઢી તેના ઉપર ચાટ મસાલો અને સફેદ મરચું છાંટી બરાબર મિક્સ કરી લો.

આ રીતે શીંગ ભજીયા તૈયાર કરી તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરી 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
