AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Recipes: જો દૂધ ફાટી જાય તો પનીર સિવાય આ 3 વાનગીઓ જરૂર ટ્રાય કરજો

દૂધ ફાટી જાય ત્યારે મોટાભાગના લોકો માત્ર પનીર બનાવી લેતા હોય છે. પરંતુ જો દૂધ બગડ્યું ન હોય અને માત્ર ફાટી ગયું હોય, તો તમે તેનાથી ક્રિસ્પી કટલેટ, મીઠી ટિક્કી અને સ્વાદિષ્ટ હોમમેડ મીઠાઈ પણ સરળતાથી બનાવી શકો છો. જાણો ત્રણેય સરળ વાનગીઓની રીત.

| Updated on: Sep 02, 2026 | 5:18 PM
Share
ઘરમાં દૂધ ફાટી જવું એ કોઈ નવી વાત નથી, દરેક ભારતીય રસોડામાં આ એક સામાન્ય બાબત છે. ઘણીવાર દૂધ ગરમ કરતી વખતે ફાટી જાય છે, તો ક્યારેક લાંબો સમય પડ્યા રહેવાને કારણે તેનો સ્વાદ બદલાઈ જાય છે. આવા સમયે મોટાભાગના લોકો તેમાંથી માત્ર પનીર બનાવી લે છે. પરંતુ જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હો, તો ફાટેલા દૂધમાંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી શકાય છે.

1 / 5
ધ્યાન રાખો: ફાટેલા દૂધનો ઉપયોગ કરતા પહેલાં એ ખાસ ચકાસી લો કે તેમાં કોઈ દુર્ગંધ, ફૂગ કે અસામાન્ય રંગ નથી ને. જો દૂધ બગડ્યું ન હોય અને માત્ર ફાટ્યું હોય, તો તમે આ રેસિપી બનાવી શકો છો.

2 / 5
ફાટેલા દૂધના કટલેટ: ફાટેલા દૂધમાંથી તમે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ કટલેટ બનાવી શકો છો: ફાટેલા દૂધને મલમલના કપડામાં ગાળીને વધારાનું પાણી નિતારી લો. હવે તેમાં બે બાફેલા અને મેશ કરેલા બટાકા, ઝીણા સમારેલા લીલા મરચાં, કોથમીર, થોડું આદુ, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરો. મિશ્રણને બરાબર મિક્સ કરી તેમાં 2-3 ચમચી બ્રેડ ક્રમ્બ્સ અથવા સોજી (રવો) ઉમેરો. હાથથી નાના-નાના કટલેટ બનાવી, તવા પર થોડું તેલ મૂકી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. તેને લીલી ચટણી કે ટોમેટો કેચપ સાથે ગરમા-ગરમ સર્વ કરો.

3 / 5
ફાટેલા દૂધની મીઠી ટિક્કી:  જો તમને કંઈક ગળ્યું ખાવાનું મન હોય તો આ સરળ સ્વીટ ડિશ બનાવી શકો છો: ફાટેલા દૂધમાંથી પાણી સંપૂર્ણપણે નિતારી લો. તેમાં થોડી ઝીણી સોજી, ખાંડ અથવા પીસેલી સાકર, એલચી પાવડર અને ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો. મિશ્રણને થોડીવાર રહેવા દો જેથી સોજી ભેજ શોષી લે. ત્યારબાદ નાની-નાની ટિક્કી બનાવી ધીમા તાપે ઘી કે તેલમાં શેકી લો. બંને બાજુથી આછી ગોલ્ડન થઈ જાય એટલે ઉતારી લો. તેને ગરમ કે ઠંડી બંને રીતે માણી શકાય છે.

4 / 5
ફાટેલા દૂધની દેશી મીઠાઈ (કલાકાંદ જેવો સ્વાદ):  ગાળેલા દૂધના નક્કર ભાગ (છેના) ને એક કડાઈમાં મૂકી ધીમી આંચ પર સતત હલાવતા રહો. તેમાં સ્વાદ મુજબ ખાંડ અને એલચી પાવડર ઉમેરો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે કાજુ, બદામ કે પિસ્તાના ટુકડા ઉમેરો. મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યાં સુધી હલાવો. એક થાળી કે પ્લેટમાં ઘી લગાવી આ મિશ્રણ પાથરી દો. ઠંડુ થાય એટલે મનપસંદ આકારમાં પીસ કાપી લો.

5 / 5

ડિસ્ક્લેમર:

આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

ડીઝલ પર સરકારનો મોટો નિર્ણય : એક્સપોર્ટ લેવી અને વિન્ડફોલ ટેક્સ બંનેમાં ધરખમ ઘટાડો, ઓઇલ કંપનીઓને મોટી રાહત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">