Phone Tips : ચાર્જિંગ માંથી કાઢતા જ ઉતરવા લાગે છે ફોનની બેટરી? તો ફોલો કરો આ ટિપ્સ

દરેક સ્માર્ટફોન યુઝર ચોક્કસપણે તેમના મોબાઈલની બેટરી જલદી ઉતરી જવાની સમસ્યાનો સામનો કરે છે. ઘણી વખત આપણી ભૂલોને કારણે સ્માર્ટફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે. આવો તમને કેટલીક ટિપ્સ જણાવીએ જેના દ્વારા તમે તમારા ફોનની બેટરી ઝડપથી ઉતરતા અટકાવી શકો છો

| Updated on: Apr 21, 2024 | 4:18 PM
દરેક સ્માર્ટફોન યુઝર ચોક્કસપણે તેમના મોબાઈલની બેટરી જલદી ઉતરી જવાની સમસ્યાનો સામનો કરે છે. આપણા જીવનમાં સ્માર્ટફોનની ભૂમિકા ઘણી વધી ગઈ છે. ઘણા કાર્યો ફક્ત સ્માર્ટફોન દ્વારા જ થાય છે. તેનો ઉપયોગ મનોરંજન માટે પણ મોટાપાયે થાય છે પરંતુ જ્યારે તેને વારંવાર ચાર્જિંગમાં મૂકવું પડે છે ત્યારે તે મોટી સમસ્યા બની જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે, સ્માર્ટફોન કંપનીઓએ ફોનમાં વધુ સમય ચાલે તેવી બેટરી આપવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેમ છતાં વપરાશકર્તાઓને દિવસમાં ઘણી વખત ફોન ચાર્જ કરવો પડે છે. કારણ કે ક્યારેક વગર વાપરે પણ ઓટોમેટિક ફોનની બેટરી ઉતરવા લાગે છે.

1 / 7
જો તમે પણ તમારા નવા કે જૂના ફોનમાં બેટરી જલદી ઉતરી જવાની સમસ્યાનો વારંવાર સામનો કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. ઘણી વખત એવું બને છે કે આપણે ફોનને ફુલ ચાર્જ કરી દઈએ છીએ પરંતુ જેમ જ આપણે તેને ચાર્જિંગમાંથી હટાવીએ છીએ, બેટરી ઝડપથી ઉતરવા લાગે છે. જ્યારે સ્માર્ટફોનની બેટરી વારંવાર ઉતરવા લાગે છે ત્યારે આપણને લાગે છે કે સ્માર્ટફોન ખરાબ છે પણ એવું નથી આટલી ટિપ્સ ફોલો કરીને તમે તમારી બેટરીને વારંવાર ઉતરતા બચાવી શકો છો

2 / 7
સ્માર્ટફોનની રિફ્રેશ રેટ :  સ્માર્ટફોનની ડિસ્પ્લે વધારે બેટરી કંજ્યુમ કરે  છે. જો તમારા ફોનમાં રિફ્રેશ રેટને સ્વિચ કરવાનું ઓપશન હોય, તો તેને ઓછામાં ઓછા રિફ્રેશ રેટ પર રાખો. જો તમારી પાસે 60Hz રિફ્રેશ રેટનો ઓપ્શન હોય, તો તેને જ પસંદ કરો.

3 / 7
ડિસ્પ્લે બ્રાઇટનેસ સેટ કરો : ઘણા લોકો તેમના ફોનમાં ડિસ્પ્લેની બ્રાઇટનેસ એકદમ ફુલ એટકે વધારે રાખે છે. હાઈ બ્રાઈટનેસને કારણે બેટરીનો વપરાશ વધે છે અને તમારી  બેટરી ઝડપથી ઉતરવા લાગે છે. તમે ઓટો બ્રાઈટનેસનો વિકલ્પ રાખી શકો છો.

4 / 7
જ્યારે જરૂર ન હોય ત્યારે ડેટા બંધ રાખો : આજકાલ ઈન્ટરનેટનો વ્યાપક ઉપયોગ થાય છે. ઘણા લોકો દિવસભર તેમના ફોનમાં ડેટા ઓન રાખે છે. 4G-5G નેટવર્ક વધુ બેટરી વાપરે છે. જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કામ નથી તો તમારો ડેટા બંધ રાખો, તેનાથી બેટરી બેકઅપમાં ફરક પડશે.

5 / 7
લોકેશન બંધ રાખો: ઘણી વખત આપણને ખબર હોતી નથી અને આપણા ફોનમાં લોકેશન ચાલુ જ રહે છે. જો તમે લોકેશન પણ ચાલુ રાખો છો, તો તે ઝડપથી બેટરીને ઉતરે છે. લોકેશન ઓન હોવાને કારણે, અમારી એક્ટિવિટી સતત ટ્રેક કરવામાં આવે છે જેના કારણે બેટરીનો વપરાશ નોંધપાત્ર રીતે વધે છે.આથી લોકેશન બંધ રાખો

6 / 7
બેકગ્રાઉન્ડ એપ્લિકેશન બંધ કરો : સતત એપ્લિકેશન ચલાવવાને કારણે બેટરી બેકઅપ પણ ઘટવા લાગે છે. ઘણી વખત એવું બને છે કે આપણે અલગ-અલગ હેતુઓ માટે અલગ-અલગ એપ્સ ખોલીએ છીએ અને પછી તેને સીધા ડિસ્પ્લેમાંથી હટાવી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે તે એપ્સ બેકગ્રાઉન્ડમાં ખુલ્લી રહે છે અને દિવસભર આપણા ફોનની બેટરીનો વપરાશ કરે છે. તેથી, જ્યારે પણ તમે કોઈપણ એપ ખોલો, તેને સંપૂર્ણપણે બંધ કરવાનું ભૂલશો નહીં.

7 / 7

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

g clip-path="url(#clip0_868_265)">