શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર, અંતરિક્ષ યાત્રાની જોવા મળી ઝાંખી, જુઓ તસવીરો

આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી, લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.

Urvish Soni
| Edited By: | Updated on: Jan 13, 2024 | 1:02 PM
સાળંગુપુરના શ્રીકષ્ટભંજન દેવ હનુમાન મંદિરનો ઇતિહાસ લગભગ 175 વર્ષ જૂનો છે. આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી,  લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.

1 / 5
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પવિત્ર ધનુર્માસ નિમિતે સાળંગપુર દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા.

2 / 5
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી  તા.13-01-2024ને શનિવારના રોજ  કષ્ટભંજનદેવને અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી કરાવવામાં આવી હતી.

3 / 5
સવારે 5:30 કલાકે  મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા  તથા સવારે  7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા  કરવામાં આવેલી.

4 / 5
મંદિરના પટાંગણમાં  સમગ્ર પવિત્ર ધનુર્માસ  નિમિતે  હનુમાન ચાલીસા યજ્ઞ એવં મારુતિ યજ્ઞનું  આયોજન કરવામાં આવેલ. હજારો  ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">