Rajkot : હવે દિવ્યાંગ લોકોને બીજા પર નહીં રહેવુ પડે નિર્ભર, બે મિત્રોએ બનાવી ઈલેક્ટ્રીક વ્હીલચેર, જુઓ ફોટા

દિવ્યાંગ વ્યક્તિઓ પાસે વ્હીલચેર તો હોય છે. પરંતુ જો તેમણે લાંબું અંતર કાપવુ હોય ત્યારે બીજા લોકોની મદદ લેવી પડે છે અને તેમને બીજા લોકોપર નિર્ભર રહેવુ પડે છે.આમ તેની પાસે વ્હીલચેર સાઈકલ હોવા છતાં તેમને બીજા પર આશ્રિત રહેવુ પડે છે. ત્યારે રાજકોટના બે મિત્રોએ સાથે મળીને ઈલેક્ટ્રીક વ્હીલચેર બનાવવાનું નક્કી કર્યું કે જેથી તેમને બીજા કોઈ પર નિર્ભર રહેવુ ન પડે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Apr 09, 2024 | 1:23 PM
 રાજકોટમાં રહેતા ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાયે સાથે મળીને ઈલેક્ટ્રીક વ્હીલચેર બનાવી છે.તેમને સાધારણ સાધનો મેકેનિઝમનો ઉપયોગ કરીને આ વ્હીલચેર બનાવી છે.ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાયનું આ ઇનોવેશન ખૂબ લાભ દાયક અને આશીર્વાદ સમાન બની જશે.

1 / 5
ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાય બંને ખાસ મિત્રો છે અને બંનેએ સાથે મળીને એક ઈલેક્ટ્રીક વ્હીલચેર બનાવી છે.આ વ્હીલચેર સાઈકલ હબમોટર અને બેટરીનો ઉપયોગ કરીને બનાવી છે.હબ મોટર એટલે કે આગળનું જે વ્હીલ હોય છે.જે બેટરીની મદદથી ચાલે છે.

2 / 5
આ ઈલેક્ટ્રીકલ વ્હીલચેરની બંને યુવામિત્રોએ 12-12 વોલ્ટની 4 બેટરીનો ઉપયોગ કર્યો હતો.બંને યુવા મિત્રોએ સાથે મળીને આ વ્હીલચેર બનાવી છે.આ પહેલી વ્હીલચેર બનાવતા તેમને આશરે 6 મહિનાનો સમય લાગ્યો હતો.કારણ કે આ પહેલો પ્રોજેક્ટ હતો અને સાઈકલની અંદર જે ઉપયોગમાં લેવાતી કેટલીક ચીઝ વસ્તુઓ બજારમાંથી મળતા વાર લાગી હતી.

3 / 5
આ પહેલી વ્હીલચેર બનાવતા તેમને 6 મહિના જેટલો સમય લાગ્યો હતો.આ વ્હીલચેરની કિંમતની વાત કરી તો આ વ્હીલચેર 40 થી 45 હજારમાં તૈયાર કરવામાં આવી છે.ત્રિવેદી વત્સલે જણાવ્યું કે આ ઈલેક્ટ્રીક વ્હીલચેર એકજવાર ચાર્જમાં 40 કિલોમીટર સુધી ચાલે છે.15ની સ્પીડ આ ઈલેક્ટ્રીકલ વ્હીલચેરની છે. આપણે આ ઈલેક્ટ્રીક વ્હીલચેરનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ.

4 / 5
આમ તો બજારમાં અનેક વ્હીલચેર ઉપલબ્ધ છે.પરંતુ કિંમત જોવા જઈએ તો અલગ અલગ વ્હીલચેરની  સુવિધા મુજબ ખૂબ જ મોંઘી કિંમત હોય છે.જે સામાન્ય દિવ્યાંગ વ્યક્તિ ખરીદી શકતા નથી.ત્યારે આ બે મિત્રો દ્વારા બનાવવામાં આવેલી ઈલેક્ટ્રીક વ્હીલચેર દિવ્યાંગો માટે ખૂબ મદદ અને આશિર્વાદરૂપ સાબિત થશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">