દિવ્યાંગ સમાનતા, સંરક્ષણ અને સશક્તિકરણ અભિયાન અંતર્ગત મહેસાણામાં કાર્યક્રમ યોજાયો

વર્ષ 2023-24 દરમિયાન બ્રહ્માકુમારીઝના રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશના દિવ્યાંગ સેવા પ્રભાગ દ્વારા પૂરા ભારતમાં રાજ્ય સ્તરીય ‘દિવ્યાંગ સમાનતા સંરક્ષણ અને સશક્તિકરણ અભિયાન’ નું આયોજન કરાયુ હતુ. જે અંતર્ગત ગુજરાત સ્તરનું આ અભિયાન મહેસાણા આવી પહોંચતા મહેસાણાના પાંજરા પોળ, આઝાદ ચોક સ્થિત ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક નબળા બાળકોની દિશા સ્કુલમાં પણ કાર્યક્રમ યોજાયો.

Manish Mistri
| Edited By: | Updated on: Jan 17, 2024 | 7:41 PM
દિવ્યાંગ સેવા પ્રભાગના રાષ્ટ્રીય સંયોજક અને અભિયાનના મુખ્ય લીડર માઉન્ટ આબુથી પધારેલા બી.કે. સૂર્યમણિભાઈએ બાળકો દ્વારા ત્રણ વખત ઉચ્ચારણ કરાવડાવ્યું કે “હું શક્તિશાળી છું અને હું કરી શકીશ.” એમણે આગળ જણાવ્યું કે “આપણે સૌએ આ બાળકો પ્રત્યે હીનતાનો ભાવ ન રાખવો જોઈએ. દરેક પ્રત્યે સમાનતાની દૃષ્ટી રાખવી જોઈએ અને એમનામાં રહેલી અસીમ શક્તિઓને ઉજાગર કરવી જોઈએ.”

1 / 5
વિશ્વના કેટલાંક માનસિક નબળા બાળકોએ મેળવેલ સિધ્ધીઓના દાખલાઓ આપી બાળકોને ઉત્સાહવર્ધક શબ્દો દ્વારા સશક્ત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો. આ પ્રસંગે મહેસાણા સેવાકેન્દ્રના રાજયોગ શિક્ષિકા બ્ર.કુ. નીતાબેન તેમજ બ્ર.કુ. જયકિશનભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

2 / 5
આ કાર્યક્રમની વિશેષ વાત એ હતી કે મંચ પરથી પૂછવામાં આવતા પ્રશ્નોનો, માનસિક નબળાઈ હોવા છતાં, બાળકો ખૂબજ સુંદર પ્રતિભાવ આપી રહ્યા હતા. બાળકોને 20 મિનિટનો રાજયોગનો વિડીયો પણ બતાવવામાં આવ્યો. જેના દ્વારા આત્મા અને પરમાત્માનો પરિચય પ્રાપ્ત કરાવવામાં આવ્યો.

3 / 5
મંચ કાર્યક્રમ બાદ 45 જેટલા માનસિક દિવ્યાંગ બાળકોને, મૂલ્ય વર્ધક સાપ સીડી, દડા ફેંક, ચિત્ર સ્પર્ધા, વેલ્યુગેમ જેવી રમતો રમાડી, એમનામાં રહેલી પ્રતિભાને બાહર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને પ્રોત્સાહિત ઈનામો તેમજ તાજ અર્પણ કરતાં જ એમના ચહેરા પર ખુશીની રોનક છવાઈ ગઈ હતી.

4 / 5
બાળકોએ ખૂબ જ ઉત્સાહથી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને અંતમાં રાખેલ ગરબા પણ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી કર્યા. આજ રીતે અભિયાન દ્વારા બહેરામુંગાની શાળા – કે.કે. વિદ્યાલય, પીલાજી ગંજ, મહેસાણા અને ડૉ. સ્વામી કૃપલાણીજી અપંગ છાત્રાલય, નુગર ખાતે પણ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો. જેમાં ક્રમશ: 50 અને 150 બાળકોએ લાભ લીધો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

g clip-path="url(#clip0_868_265)">