બ્રાયન લારાનો 21 વર્ષ જૂનો 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તૂટવાથી રહી ગયો, કેપ્ટને લીધો ચોંકાવનારો નિર્ણય
બ્રાયન લારાનો 400 રનનો રેકોર્ડ આજસુધી કોઈ તોડી શક્યું નથી. આફ્રિકાના કેપ્ટન પાસે આ રેકોર્ડ તોડવાની તક હતી, પરંતુ તેણે આશ્ચર્યજનક નિર્ણય લીધો અને દાવ ડિકલેર કર્યો. જેના કારણે લારાનો 21 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકાયો નહીં. મુલ્ડર 400 રનની ખૂબ નજીક હતો, પરંતુ પછી તેણે ઈનિંગ ડિકલેર કરીને બધાને ચોંકાવી દીધા.

ઝિમ્બાબ્વે સામેની બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 626 રન પર પોતાનો પહેલો દાવ ડિકલેર કર્યો. કેપ્ટન વિઆન મુલ્ડરે 334 બોલમાં 49 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 367 રનની અણનમ ઈનિંગ રમી હતી.

વિઆન મુલ્ડર જે રીતે રમી રહ્યો હતો તે જોઈને એવું લાગતું હતું કે તે ટેસ્ટ ક્રિકેટમાં બ્રાયન લારાનો 400 રનનો રેકોર્ડ તોડી નાખશે, પરંતુ લંચ દરમિયાન જ મુલ્ડરે એક આશ્ચર્યજનક નિર્ણય લીધો અને તેણે દક્ષિણ આફ્રિકાનો પહેલો દાવ ડિકલેર કર્યો.

વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાએ વર્ષ 2004માં ઈંગ્લેન્ડ સામે અણનમ 400 રન બનાવ્યા હતા. જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત રકોરનો વર્લ્ડ રેકોર્ડ છે, જેને કોઈ ખેલાડી આજ સુધી તોડી શક્યો નથી.

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન વિઆન મુલ્ડરે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પણ 147 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે ચાર વિકેટ પણ લીધી હતી.

વિઆન મુલ્ડરે અત્યાર સુધીમાં 21 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેણે 38.43 ની સરેરાશથી 1153 રન બનાવ્યા છે. જેમાં ત્રણ સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે 35 વિકેટ લીધી છે. (All Photo Credit : PTI / X)
WTC ચેમ્પિયન દક્ષિણ આફ્રિકાની નજર ઝીમ્બાબ્વે સામે ટેસ્ટ સીરિઝ જીતવા પર છે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
