વિરાટ કોહલીથી લઈને રોહિત શર્મા સુધી, જાણો તમારા ફેવરિટ ક્રિકેટરો કયા શૂઝ પહેરી World Cup રમશે
શું તમે જાણો છે 2023નો વર્લ્ડ કપ (World Cup) રમવા જઈ રહેલા તમારા સ્ટાર ક્રિકેટ ખેલાડીઓ કઈ બ્રાન્ડના શૂઝનો ઉપયોગ કરે છે, આજે અમે તમને વિરાટ કોહલીથી લઈને સૂર્યકુમાર જેવા ખેલાડીઓ વિશે જણાવીશું. જે ક્યાં શૂઝ પહેરી મેદાનમાં રમશે.

ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે અને આ વખતે ભારત સમગ્ર ટૂર્નામેન્ટનું એકમાત્ર યજમાન છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે અને વર્લ્ડ કપ ટ્રોફી માટે 10 ટીમો એકબીજાનો સામનો કરશે. આ ટીમોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ આ વર્ષે રમી રહ્યું નથી.

ભારતીય ક્રિકેટ ટીમના હિટ મેન તરીકે પ્રખ્યાત રોહિત શર્મા Adidas Shoes પેહરે છે, જેની કિંમત રૂ. 7,000 થી રૂ. 22,000 સુધીની છે. એડિડાસ એ જર્મન બ્રાન્ડ છે, જેની સ્થાપના વર્ષ 1949 માં કરવામાં આવી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના ચાહકો મોટી સંખ્યામાં છે અને તે Versace Shoesનો ઉપયોગ કરે છે. આ શૂઝની કિંમત 1.5 લાખ રૂપિયા સુધીની છે. આ વનડે વર્લ્ડ કપ 2023માં પંડ્યા વાઇસ કેપ્ટન છે.

ક્રિકેટ એક્સેસરીઝની દુનિયામાં એક લોકપ્રિય નામ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી Puma Shoesનો ઉપયોગ કરે છે, જેની કિંમત 20,000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયા સુધીની છે. કોહલી આ બ્રાન્ડનો એમ્બેસેડર પણ છે અને આ કંપનીના ટી-શર્ટનો પણ ઉપયોગ કરે છે.

આક્રમક બેટિંગ સ્ટાઈલ કારણે, શ્રેયશ અય્યરને ઘણીવાર 'યંગ વીરુ' એટલે કે વીરેન્દ્ર સેહવાગ કહેવામાં આવે છે. શ્રેયસ અય્યરને શૂઝ અને સ્નીકરનો ખૂબ શોખ છે અને તેની પાસે લગભગ 50 જોડી છે. શ્રેયશ ઘણીવાર Air Jordan Shoesનો ઉપયોગ કરે છે, જ્યારે તે કેટલીકવાર નાઇકી શૂઝનો ઉપયોગ પણ કરે છે. શ્રેયશ આ ICC વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનો પણ ભાગ છે.

આ ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાનો જાદુ દેખાડવા માટે તૈયાર કેએલ રાહુલને શૂઝનો પણ ખૂબ શોખ છે. હાલમાં તેની પાસે 50-60 જોડી શૂઝ છે. તે Puma Shoesની સાથે નાઇકીના શૂઝનો ઉપયોગ કરે છે.

રવીન્દ્ર જાડેજાને સર જાડેજા અને જડ્ડુના ઉપનામોથી પણ ઓળખવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા પણ આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ છે અને તે ASICS શૂઝનો ઉપયોગ કરે છે.