AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs GT : સૂર્યકુમાર યાદવે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, IPLમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે IPLમાં ઈતિહાસ રચ્યો છે. સૂર્યાએ એક ખાસ યાદીમાં સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીને પાછળ છોડી દીધો છે અને નંબર-1 બની ગયો છે. IPLની વર્તમાન સિઝનમાં તેનું બેટ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે.

| Updated on: May 06, 2025 | 10:13 PM
Share
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનું નામ સાંભળતાની સાથે જ સચિન તેંડુલકર, રોહિત શર્મા, કિરોન પોલાર્ડ જેવા દિગ્ગજ ખેલાડીઓની તસવીરો સામે આવે છે. પરંતુ આ ટીમની સફળતામાં સૂર્યકુમાર યાદવનો પણ મોટો ફાળો છે. તે વર્તમાન સિઝનમાં પણ શાનદાર ફોર્મમાં છે. તેણે સિઝનની દરેક મેચમાં રન બનાવ્યા છે.

1 / 6
ગુજરાત ટાઈટન્સ સામે પણ સૂર્યાએ શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન, તેણે એક એવું પરાક્રમ કર્યું જે આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કોઈ બેટ્સમેન કરી શક્યો ન હતો. તેમણે એક ખાસ યાદીમાં સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીને પાછળ છોડી દીધો હતો.

2 / 6
આ મેચમાં સૂર્યકુમાર યાદવે 145.83 ના સ્ટ્રાઈક રેટથી 24 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેના બેટમાંથી 5 ચોગ્ગા જોવા મળ્યા હતા. આ સાથે, સૂર્યાએ આ સિઝનમાં તેના 500 રન પણ પૂર્ણ કર્યા હતા. તેણે 12 મેચમાં 510 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સાથે, તે IPLની ત્રણ અલગ અલગ સિઝનમાં 500 થી વધુ રન બનાવનાર મુંબઈ ઈન્ડિયન્સનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

3 / 6
આ પહેલા, સૂર્યકુમારે 2018 અને 2023 સિઝનમાં પણ 500 થી વધુ રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 2018ની સિઝનમાં 512 રન બનાવ્યા હતા. જેમાં તેણે ચાર અડધી સદી ફટકારી અને પોતાની 360 ડિગ્રી બેટિંગનું પ્રદર્શન કર્યું. આ પછી, 2023 માં તેણે 605 રન બનાવ્યા, જેમાં તેની પ્રથમ IPL સદીનો સમાવેશ થાય છે. આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 181.13 હતો, જે તેની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે.

4 / 6
સૂર્યકુમાર યાદવ પહેલા સચિન તેંડુલકર અને ક્વિન્ટન ડી કોકની બરાબરી પર હતા. આ બંને ખેલાડીઓએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 2-2 વખત આ સિદ્ધિ મેળવી છે. પરંતુ સૂર્યા હવે બંનેથી આગળ નીકળી ગયો છે. સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં બે વાર (2010 અને 2011) 500+ રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરે એક વાર ઓરેન્જ કેપ પણ જીતી હતી. બીજી તરફ, ક્વિન્ટન ડી કોકે 2019 અને 2020માં 500 થી વધુ રન બનાવ્યા હતા.

5 / 6
સૂર્યકુમાર યાદવે આ સિઝનમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે અને બધી મેચોમાં 25+ રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે, સૂર્યા IPLના ઈતિહાસમાં એકમાત્ર ખેલાડી છે જેણે સતત 12 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. તેના સિવાય, અન્ય કોઈ બેટ્સમેન સતત 10 થી વધુ ઈનિંગ્સ માટે આ કરી શક્યો નથી. બીજી તરફ, સૂર્યાએ ફરી એકવાર ઓરેન્જ કેપ યાદીમાં લીડ મેળવી છે. (All Photo Credit : PTI)

6 / 6

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. ખરાબ શરૂઆત બાદ MIએ સતત જીત મેળવી છે. સૂર્યકુમાર યાદવે આ સિઝનમાં દમદાર પ્રદર્શન કર્યું છે. સૂર્યકુમાર યાદવ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">