Dukes ball Controversy: ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં ડ્યુક બોલ પર કેમ ધમાલ મચી? જાણો શું છે આખો વિવાદ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝ દરમિયાન જે બોલથી મેચ રમાઈ રહી છે. તે ડ્યુક બોલ પર કેમ ચર્ચાઓ થઈ રહી છે. જાણો શું છે આ આખો વિવાદ કઈ રીતે થઈ શકે છે સમાધાન?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં શુભમન ગિલ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેમ છતાં એક વસ્તુની ખુબ ચર્ચા થઈ રહી છે. તે છે આ મેચનો ડ્યુક બોલ

ટેસ્ટ સીરિઝમાં બેટ્સમેનોના સારા પ્રદર્શન વચ્ચે, ડ્યુક બોલની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બોલ ઝડપથી નરમ થઈ રહ્યો છે અને નિર્ધારિત 80 ઓવર સુધી ટકી શકતો નથી. તેને 20 થી 30 ઓવરના અંતરાલે બદલવો પડે છે. લોર્ડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પહેલા બે દિવસમાં બોલ સાત વખત બદલવામાં આવ્યો હતો.

જ્યારે ભારતીય ટીમે દિવસની શરૂઆત નવા બોલથી કરી અને માત્ર 10.3 ઓવર એટલે કે 63 બોલ પછી બોલ બદલવો પડ્યો.આ વખતે બોલનો આકાર ફક્ત 42 બોલ પછી બદલાયો હતો. આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ દિગ્ગજો વચ્ચે ડ્યુક બોલની ગુણવત્તા પર ફરી ચર્ચાઓ થઈ હતી.

આ દરમિયાન બુમરાહે બીજા દિવસની શરુઆતમાં 13 બોલના અંતરાલમાં 3 વિકેટ પોતાને નામ કરી હતી પરંતુ બોલનો આકાર બદલતા જ ભારતીય બોલરની લય ખરાબ થઈ હતી. આ દરમિયાન નીચેલા ક્રમે રહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેનોને મેચમાં ટીમને વાપસી કરાવવાની તક મળી હતી.

1760થી કંપની બોલ બનાવી રહી છે. ડ્યુક ક્રિકેટ બોલનું નિર્માણ બ્રિટિશ ક્રિકેટ બોલ લિમિટેડ કરે છે.ડ્યુક બોલ તેમના ટકાઉપણું અને ગુણવત્તા માટે જાણીતો છે. બોલને સ્વિંગ ક્ષમતા અમુક પરિસ્થિતિઓમાં ફેવરીટ બની જાય છે.

આવી સ્થિતિમાં, જો બોલ વિશે કોઈ ચર્ચા થાય છે, તો તે નિર્ણાયક પોઈન્ટ સુધી પહોંચવી જ જોઈએ. જેથી સફેદ જર્સીમાં રમાતા ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટનો રંગ અને ઉત્સાહ અકબંધ રહી શકે.
