IND vs ENG : રિષભ પંતે બદલી નાખ્યો 148 વર્ષનો ટેસ્ટ ઈતિહાસ, લીડ્સમાં તોડયા મોટા રેકોર્ડ્સ
વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે પહેલી ઈનિંગમાં કુલ 134 રન બનાવ્યા હતા અને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.

ભારતના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 134 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે 12 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા, સાથે જ તેણે કેટલાક રેકોર્ડ પણ બનાવ્યા હતા.

આ ઈનિંગ સાથે પંતે પોતાના ટેસ્ટ કરિયરની સાતમી સદી પૂર્ણ કરી. આ સાથે, તે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન પણ બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ 6 સદી સાથે એમએસ ધોનીના નામે હતો. જ્યારે રિદ્ધિમાન સાહાએ 3 ટેસ્ટ સદી ફટકારી હતી.

રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે ચોથી વખત સદી ફટકારી. ખાસ વાત એ છે કે તેણે આમાંથી 3 સદી ઈંગ્લેન્ડની ધરતી પર ફટકારી છે. તેના સિવાય, કોઈ અન્ય વિદેશી વિકેટકીપર ઈંગ્લેન્ડમાં એકથી વધુ ટેસ્ટ સદી ફટકારી શક્યો નથી.

ભારતની બહાર આ રિષભ પંતની પાંચમી સદી છે. આ સદી સાથે, પંત વિદેશી ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા વિકેટકીપર બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.

ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે પણ રિષભ પંતે એક મહાન સિદ્ધિ મેળવી છે. તે હવે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા મારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે ટેસ્ટમાં 79 છગ્ગા ફટકાર્યા છે અને ધોનીને પાછળ છોડી દીધો છે, જેના નામે 78 છગ્ગા છે. જ્યારે વીરેન્દ્ર સેહવાગ 90 છગ્ગા સાથે ટોચ પર છે. (All Photo Credit : PTI)
ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન રિષભ પંતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
