IND vs ENG : ડેબ્યૂ ટેસ્ટમાં સાઈ સુદર્શનનો શરમજનક રેકોર્ડ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું
ભારતના યુવા બેટ્સમેન સાઈ સુદર્શન માટે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત બહુ સારી રહી ન હતી. તે પોતાની પહેલી ઈનિંગમાં તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો અને ભારતીય ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. તે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સનો શિકાર બન્યો હતો.

સ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવું એ દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે, પરંતુ આ પ્લેટફોર્મ ક્યારેક મુશ્કેલ પડકારો પણ લઈને આવે છે. ભારતના યુવા બેટ્સમેન સાઈ સુદર્શને ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચમાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ આ શરૂઆત તેના માટે નિરાશાજનક રહી હતી.

લીડ્સના હેડિંગ્લી ખાતે રમાયેલી આ ટેસ્ટ મેચમાં સુદર્શન નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો અને ખાતું ખોલ્યા વિના આઉટ થયો. સાઈ સુદર્શન પોતાની પહેલી ટેસ્ટ ઈનિંગમાં ફક્ત 4 બોલરોનો સામનો કરી શક્યો અને બેન સ્ટોક્સનો શિકાર બન્યો. આ સાથે તેણે પોતાના નામે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો.

સાઈ સુદર્શનનો ટેસ્ટ ડેબ્યૂ એક દુઃસ્વપ્નથી ઓછો નહોતો. તે ભારતીય ટેસ્ટ ઈતિહાસનો પહેલો બેટ્સમેન બન્યો જે ત્રીજા નંબર પર રમતી વખતે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં શૂન્ય રન પર આઉટ થયો હતો. સાઈ સુદર્શને ઘરેલુ ક્રિકેટ અને IPLમાં પોતાની શાનદાર બેટિંગથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ ટેસ્ટ ડેબ્યૂ સમયે તે નિષ્ફળ ગયો.

મેચ પહેલા ભારતીય ટીમના હડલમાં, ચેતેશ્વર પૂજારાએ સુદર્શનને ટેસ્ટ કેપ સોંપીને આ ક્ષણને ખાસ બનાવી. જોકે, આ યુવા બેટ્સમેન મેદાન પર પોતાની છાપ છોડવામાં નિષ્ફળ ગયો.

હેડિંગ્લી ખાતે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતની બેટિંગ યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે શરૂ કરી હતી. બંનેએ 91 રનની ભાગીદારી કરી હતી. રાહુલના આઉટ થયા પછી સુદર્શન ક્રીઝ પર આવ્યો.

પરંતુ સાઈ સુદર્શનની ઈનિંગ ફક્ત ચાર બોલ સુધી મર્યાદિત રહી. બેન સ્ટોક્સનો એક બોલ તેના બેટની ધારથી વિકેટકીપર જેમી સ્મિથના ગ્લોવ્સમાં ગયો અને સુદર્શન ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો હતો.

સાઈ સુદર્શન ડેબ્યૂ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થનાર પાંચમો ભારતીય ખેલાડી બન્યો છે. તેની પહેલા ગુંડપ્પા વિશ્વનાથ, કૃષ્ણમાચારી શ્રીકાંત, દેવાંગ ગાંધી અને વિજય ભારદ્વાજ જેવા ખેલાડીઓ પણ આ અનિચ્છનીય રેકોર્ડનો ભાગ બની ચૂક્યા છે. (All Photo Credit : PTI / GETTY / X)
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
