AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વના 5 સૌથી ઊંચા ક્રિકેટર, 10 ફીટની ઊંચાઈથી ફેંકતા હતા બોલ, બેટ્સમેનોને રમવામાં પડતા હતા ફાંફાં

ક્રિકેટ હંમેશા બેટ્સમેનોની ગેમ રહી છે, પરંતુ જ્યારે પણ મેચમાં રોમાંચની વાત આવે છે ત્યારે ફાસ્ટ બોલરોના ચહેરા યાદ આવે છે. વિશ્વ ક્રિકેટમાં અનેક ફાસ્ટ બોલરોએ પોતાની સ્પીડ, સ્વિંગ અને જુસ્સાથી વિકેટ લઈ બેટ્સમેનો પરેશાન કર્યા છે. આ સિવાય તેમના ફેસ એક્સપ્રેસન અને તેમની હાઈટ (ઊંચાઈ) પણ બેટ્સમેનોને ડરાવવામાં મોટો ભાગ ભજવતા હતા. આ આર્ટિકલમાં ક્રિકેટ વિશ્વના 5 સૌથી ઊંચા ક્રિકેટર વિશે જણાવીશું, જેમની હાઈટ જોઈને જ કેટલાય બેટ્સમેનો ડરી જતા હતા.

| Updated on: Sep 25, 2024 | 7:57 PM
Share
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોપ 5 લાંબા (Tallest) બોલરોની યાદીમાં પાકિસ્તાનનો મોહમ્મદ ઈરફાન ટોચ પર છે. મોહમ્મદ ઈરફાનની ઊંચાઈ 7 ફૂટ 1 ઈંચ છે. તેની હાઈટના કારણે મોહમ્મદ ઈરફાન માટે બાઉન્સર બોલિંગ કરવું ખૂબ જ સરળ હતું. ભારત સહિત અનેક દેશ સામે તેણે આક્રમક બોલિંગ કરી અનેક સ્ટાર બેટ્સમેનોને પરેશાન કર્યા હતા.

1 / 5
સૌથી લાંબા ક્રિકેટરની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના બોલર જોએલ ગાર્નરે બીજા ક્રમે છે. 6 ફૂટ 8 ઈંચના વેસ્ટ ઈન્ડિઝના બોલર જોએલ ગાર્નરે બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેના ઝડપી બાઉન્સર અને યોર્કર્સથી બેટ્સમેનોમાં સસ્તામાં આઉટ થઈ જતા હતા. જોએલ ગાર્નર 'બિગ બર્ડ'ના નામથી ફેમસ હતા.

2 / 5
જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઉંચા બોલરોની વાત કરીએ તો 6 ફૂટ 8 ઈંચની ઊંચાઈ સાથે ઓસ્ટ્રેલિયાના બે બોલરો બ્રુસ રીડ અને પીટર જ્યોર્જ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. હાઈટ અને પેસ હોવા છતાં બંને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કઈં ખાસ ન કરી શક્યા, પરંતુ તેમની હાઈટથી બેટ્સમેનો ચોક્કસથી ડરી જતા હતા.

3 / 5
ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર કાઈલ જેમીસન વર્તમાન સમયનો સૌથી લાંબો ક્રિકેટર છે.  જેમીસનની ઉંચાઈ 6 ફૂટ અને 8 ઈંચ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂકેલા જેમિસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100થી વધુ વિકેટ ઝડપી છે.

4 / 5
પેસ, સ્વિંગ, બાઉન્ડ અને હાઈટ આ બધાનો અદભૂત સમન્વય એટલે વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ફાસ્ટ બોલર કર્ટલી એમ્બ્રોઝ. વેસ્ટ ઈન્ડિઝના આ ઘાતક બોલરની ઊંચાઈ 6 ફૂટ 7 ઈંચ હતી. આ બોલરમાં પોતાના ખતરનાક બાઉન્સરથી બેટ્સમેનોના હાડકાં તોડી નાખવાની ક્ષમતા હતી. એમ્બ્રોસે 630 વિકેટ ઝડપી છે. કર્ટલી એમ્બ્રોઝ ક્રિકેટ ઈતિહાસનો સૌથી ખતરનાક ફાસ્ટ બોલર છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">