AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત, વાયરલ વીડિયોથી સ્થાનિકોમાં ભય

Breaking News : નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત, વાયરલ વીડિયોથી સ્થાનિકોમાં ભય

| Updated on: Oct 21, 2026 | 1:14 PM
Share

નવસારીના ચીખલી તાલુકાના સરેયા ગામે સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાયાનો દાવો કરતો વીડિયો વાયરલ થયો છે. દિવસ દરમિયાન જાહેર રસ્તા પર દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે.

નવસારી જિલ્લામાં દીપડાનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. ચીખલી તાલુકાના સરેયા ગામે સતત છઠ્ઠા દિવસે દીપડો જોવા મળ્યાનો દાવો કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધોળા દિવસે દીપડો જાહેર રસ્તા પરથી પસાર થતો જોવા મળતા સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.

આ અગાઉ એક સપ્તાહ પૂર્વે દીપડાના હુમલામાં એક નાના બાળકનું મોત નીપજ્યું હતું, જેના કારણે લોકોમાં પહેલેથી જ દહેશત હતી. શેરડીના ખેતરો અને ખેતી કરતા વિસ્તારોમાં દીપડા વારંવાર દેખાતા હોવાથી ખેડૂતો પણ ચિંતિત છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાઓને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. વન વિભાગ દીપડાઓની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા અને લોકોનો ડર દૂર કરવા સંશોધન પણ કરી રહ્યું છે.

ગુજરાતમાં શિયાળાને બદલે ઉનાળો થયો શરૂ, 9 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">