IIFA Rocks 2022 : આઈફા 2022માં (IIFA 2022) છવાયું નોરા ફતેહી સહિતની અભિનેત્રીઓનું ગ્લેમર, સલમાન-ટાઈગર-સારા અલી ખાને વધારી IIFAની રોનક
કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષમાં IIFAનું આયોજન થઈ શક્યું ન હતું. પણ હવે ફરી એકવાર IIFAની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે.દુબઈમાં યોજાયેલા આ એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડના અનેક કલાકારો હાજર રહ્યાં હતા.

કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષમાં IIFAનું આયોજન થઈ શક્યું ન હતું. પણ હવે ફરી એકવાર IIFAની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે.દુબઈમાં યોજાયેલા આ એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડના અનેક કલાકારો હાજર રહ્યાં હતા. આઈફા શોની આ 22મી આવૃત્તિ છે. બોલિવૂડ ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી લઈને તમામ સ્ટાર્સ IIFAની સુંદરતા વધારવા માટે ત્યાં પહોંચી ગયા છે. સુપરસ્ટાર સલમાન ખાનથી લઈને નોરા ફતેહી, શાહિદ કપૂર, અનન્યા પાંડે, હની સિંહ સહિતના તમામ સ્ટાર્સ ત્યાં રોનક વધારી રહ્યાં છે. 2 જૂનથી 4 જૂન સુધી સ્ટાર આ ઈવેન્ટમાં જોવા મળી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો સામે આવી છે.

IIFA 2022માં સિંગર નેહા કક્કર પણ પતિ રોહનપ્રીત સાથે પહોંચી હતી. તેણે 3 જૂને શાનદાર પરફોર્મસ આપ્યું હતું.તેણે પોતાના ગીતો દ્વારા IIFA 2022માં કેકેને પણ યાદ કર્યા. તો ત્યાં જેકલીન ફર્નાન્ડીઝ પણ એવોર્ડ ફંક્શનમાં જોવા મળી હતી.

સારા અલી ખાન પણ પોતાના બ્લેક આઉટફીટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન પણ IIFA 2022માં મસ્તી મજાકના મૂડમાં જોવા મળ્યા હતાં.IIFA 2022માં હાજર રહી તેમણે એર્વોડ સેરેમનીની રોનક વધારી હતી.

IIFA 2022માં સિંગર ગુરુ રંધાવા અને રૈપર હની સિંહ પર સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યાં હતા.આ બન્નેએ પણ IIFA 2022માં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું.

ટાઈગર શ્રોફની પણ સોશ્યિલ મીડિયામાં સામે આવી હતી, જેમાં તે IIFA 2022માં પોતાના પરફોર્મન્સ માટે ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યો છે.