Breaking News : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ આખું વર્ષ વરસાદનો અનુભવ કરી શકશે, જુઓ વીડિયો
નર્મદાના એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity )ખાતે પ્રવાસીઓ માટે રૂ.12 કરોડના ખર્ચે 11 એકર વિસ્તારમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થાય તેવી શક્યતાઓ છે. રેન ફોરેસ્ટ પ્રોજેક્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનીટીની પ્રવાસન સુવિધાઓમાં વધારો થશે.
નર્મદા જિલ્લાના એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે 12 કરોડના ખર્ચે 11 એકર વિસ્તારમાં રેન ફોરેસ્ટ (Rainforest Project )પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. આ પ્રોજેક્ટમાં રેન ગનના 20 ટાવર દ્વારા વર્ષભર કૃત્રિમ વરસાદનો અનુભવ કરાવી શકાશે. સાથે જ બબલ ફાઉન્ટન, વોટરફોલ અને વિવિધ રાજ્યોનાં વૃક્ષો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
રોમાંચનો અનોખો અનુભવ
પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ (સ્કાય વોકવે )ગ્લાસ વોકવે છે. જેમાં 35 મિલીમીટર જાડાઈના 132 કોરિયન ગ્લાસ લગાવવામાં આવ્યા છે. જે એન્જિનિયરના કહેવા મુજબ આખા ભારત માં પ્રથમ પ્રોજેકટ છે આ રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે.જોકે આ (સ્કાય વોકવે ) ની ખાસિયત જોઈએ તો ગોળાકાર ડિઝાઇનમાં તૈયાર કરાયેલા આ વોકવે પર ચાલવાનો અનુભવ પ્રવાસીઓ માટે રોમાંચક બની રહેશે. આ પ્રકારની ડિઝાઇનને વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતનાં પ્રવાસન આકર્ષણોની યાદીમાં હવે રેન ફોરેસ્ટ પ્રોજેક્ટનો ઉમેરો થવાથી પ્રવાસીઓને કુદરતી, વરસાદ અને રોમાંચનો અનોખો અનુભવ માણવાની તક મળશે.ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. આ પ્રતિમા ભારતના પ્રથમ ગૃહમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવી છે. પ્રતિમાના આધાર સહિત તે 790 ફૂટ ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
