Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 ભાઈ-બહેનોમાં સૌથી નાના છે રજનીકાંત, બસ કંડક્ટરથી લઈ તમિલ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ માચવનાર અભિનેતાનો પરિવાર જુઓ

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો આ શક્તિશાળી પરિવાર છે, જે લાંબા સમયથી એક્ટિંગ ફિલ્ડમાં રાજ કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે રજનીકાંતને બે દીકરીઓ છે, મોટી દીકરીનું નામ ઐશ્વર્યા રજનીકાંત (Rajinikanth)અને બીજી દીકરીનું નામ સૌંદર્યા રજનીકાંત છે.

| Updated on: Dec 12, 2024 | 9:50 AM
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક પરિવારો એવા છે જેઓ પોતાના અભિનયથી ઈન્ડસ્ટ્રી પર ઘણા સમયથી રાજ કરી રહ્યા છે. ચાલો આ શક્તિશાળી પરિવાર પર એક નજર કરીએ. તમિલ સુપરસ્ટાર રજનીકાંતની એક્ટિંગના દરેક લોકો દીવાના છે. રજનીકાંતે તમિલની ફિલ્મોની સાથે હિન્દી સિનેમામાં પણ ઘણું નામ કમાયું છે. લોકોને તેમની પ્રોફેશનલ લાઈફમાં પણ એટલી જ રસ છે જેટલો તેમની પર્સનલ લાઈફમાં હોય છે.

1 / 5
રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ બેંગ્લોરમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ છે. તેમના પિતાનું નામ રામોજી રાવ ગાયકવાડ હતું અને તેઓ કોન્સ્ટેબલ હતા. રજનીકાંત ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. સુપરસ્ટાર રજનીકાંતનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. તેણે ઉંચાઈ સુધી પહોંચવા માટે સખત સંઘર્ષ કર્યો. રજનીકાંતે બસ કંડક્ટર તરીકે પણ કામ કર્યું હતું. રજનીકાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે અને તેમણે લતા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા, બંન્નેને બે દીકરીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા છે.

2 / 5
રજનીકાંતને એશિયાનો સૌથી મોંઘો સ્ટાર પણ કહેવામાં આવે છે. તે એક ફિલ્મ માટે લગભગ 80 કરોડ રૂપિયા લે છે.રજનીકાંતને તેમના શાનદાર કામને કારણે ઘણા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વર્ષ 2014 માં, તેમને 6 તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાંથી ચારને શ્રેષ્ઠ અભિનેતા માટે અને બેને શ્રેષ્ઠ અભિનેતા માટે વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. વર્ષ 2000માં તેમને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.

3 / 5
તમને જણાવી દઈએ કે, સૌંદર્યાએ બે લગ્ન કર્યા છે. પહેલા તેના લગ્ન 2010માં અશ્વિન કુમાર સાથે થયા હતા. અશ્વિન પણ વ્યવસાયે બિઝનેસમેન હતો. સૌંદર્યાને તેના પહેલા લગ્નથી એક પુત્ર પણ છે, જેનું નામ વેદ છે. સૌંદર્યાએ વર્ષ 2017માં જ અશ્વિન કુમારથી કાયદાકીય રીતે છૂટાછેડા લીધા હતા. સૌંદર્યાએ ઉદ્યોગપતિ અને અભિનેતા વિશગન વનંગામુડી સાથે બીજા લગ્ન કર્યા છે.તમને જણાવી દઈએ કે સૌંદર્યા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એક્ટિવ છે. તે વ્યવસાયે ફિલ્મ નિર્માતા, ગ્રાફિક ડિઝાઇનર અને દિગ્દર્શક છે. તે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.  તેના પિતા રજનીકાંતની ફિલ્મનું નિર્દેશન પણ કરી ચૂકી છે.

4 / 5
  સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા  અને જમાઈ ધનુષ (South Star Dhanush)તેમના 18 વર્ષ જૂના સંબંધોનો અંત કર્યો હતો. તમને જણાવી દઈએ કે, 18 નવેમ્બર 2004ના રોજ ઐશ્વર્યા અને ધનુષ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા અને ધનુષને બે બાળકો છે – યાત્રા અને લિંગા. યાત્રાનો જન્મ વર્ષ 2007 અને લિંગાનો વર્ષ 2010માં થયો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">