7000 થી વધુ ગીતો ગાયા 1 ગીત માટે 3 મિનિટ સુધી શ્વાસ રોકી દીધો અને ફેમસ થયો 2 દીકરાના પિતા મ્યુઝિક કંપોઝરનો આવો છે પરિવાર
સિંગર-કંપોઝર તરીકે આજે બોલિવુડમાં શંકર મહાદેવનની એક અલગ જ ઓળખ છે. તેના સંગીતની દુનિયાનું આ સફર કેવી રીતે શરુ થઈ તેમજ તેના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે આજે આપણે વાત કરીએ.

શંકર મહાદેવનનો જન્મ મુંબઈમાં એક તમિલ પરિવારમાં થયો હતો.નાનપણથી જ શંકર મહાદેવને સંગીત પ્રત્યે સારું જ્ઞાન હતુ.અભ્યાસ બાદ શંકર મહાદેવને નક્કી કર્યું કે, તે સંગીતની દુનિયામાં કરિયર બનાવશે.શંકર મહાદેવનની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી રસપ્રદ વાતો આજે આપણે કરીએ.

શંકર મહાદેવન એક ભારતીય ગાયક અને સંગીતકાર છે જે શંકર-એહસાન-લોય ત્રિપુટીનો ભાગ છે.2023માં તેમને બર્મિંગહામ સિટી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટમી ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025ની ક્લોઝિંગ સેરેમની ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડ ગાયક શંકર મહાદેવને દેશભક્તિના ગીતો ગાઈને બધાને ઉત્સાહથી ભરી દીધા.

શંકર મહાદેવનનો જન્મ મુંબઈના ચેમ્બુરમાં એક તમિલ પરિવારમાં થયો હતો જે મૂળ કેરળના પલક્કડનો રહેવાસી હતો.તેમણે બાળપણમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય અને કર્ણાટક સંગીત શીખ્યા હતા

પાંચ વર્ષની ઉંમરે શ્રી લલિતા વેંકટરામન પાસેથી વીણા વગાડવાનું શરૂ કર્યું હતું.શંકર મહાદેવને પંડિત શ્રીનિવાસ ખલે અને ટી.આર.બાલામણી પાસેથી સંગીતની તાલીમ લીધી હતી.

તેઓ ચેમ્બુરની અવર લેડી ઓફ પર્પેચ્યુઅલ સકર હાઇ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને 1988માં નવી મુંબઈની રામરાવ આદિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સ અને સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ડિગ્રી સાથે સ્નાતક થયા હતા, જે મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી,અને કંપની, લીડિંગ એજ માટે સોફ્ટવેર એન્જિનિયર હતા લીડિંગ એજ સિસ્ટમ્સ (હવે ટ્રિગિન ટેક્નોલોજીસ લિમિટેડ)માટે કામ કર્યા પછી,મહાદેવને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી.

શંકર મહાદેવનને કર્ણાટક,હિન્દુસ્તાની અને ઇન્ડીપોપ સ્ટાર તરીકે ખ્યાતિ મળી.તેમનો નોન-ફિલ્મી આલ્બમ,બ્રેથલેસ 1998માં ભારતીય સંગીત ચાર્ટમાં ટોચ પર હતો.

વર્ષ 1998માં શંકર મહાદેવને એક આલ્બમ બ્રેથલેસ લઈને આવ્યા. આ આલ્બમમાં તેમણે એક ગીત ગાયું કોઈ જો મિલા તો મુઝે એસા લગતા, આ ગીતે શંકર મહાદેવને સંગીતની દુનિયામાં એક અલગ ઓળખ અપાવી હતી. ચાહકો પણ શંકર મહાદેવને ઓળખવા લાગ્યા હતા.

શંકરના આ આલ્બમને તે વર્ષે શ્રેષ્ઠ નોન ફિલ્મ આલ્બમનો સ્ક્રીન એવોર્ડ પણ મળ્યો હતો.આજે પણ જ્યારે શંકર મહાદેવન 'બ્રેથલેસ' ગીત રજૂ કરે છે, ત્યારે દર્શકો પ્રેમથી સાંભળે છે.

શંકર મહાદેવને એહસાન અને લોય સાથે 'દિલ ચાહતા હૈ' ના ગીતો કંપોઝ કર્યા છે અને ગાયા છે.પરંતુ દર્શકોને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મના એક ગીતની ધૂનનો વિચાર શંકરના મગજમાં બ્રશ કરતી વખતે આવ્યો હતો.

થોડા વર્ષો પહેલા,શંકર મહાદેવને કપિલ શર્માના કોમેડી શોમાં કહ્યું હતું કે ,આવા ઘણા ગીતોની ધૂનનો વિચાર તેમને બાથરૂમમાં આવ્યો હતો.તેમનું માનવું છે કે સવારનું એકાંત કોઈપણ ક્રિએટિવ વ્યક્તિ માટે ખાસ હોય છે, આ સમય દરમિયાન ઘણા સારા વિચારો આવે છે.

જો આપણે શંકર મહાદેવનના કરિયર સિવાયના પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમની લવસ્ટોરી પણ ખુબ ફિલ્મી રહી છે.શંકર મહાદેવનને પ્રથમ પ્રેમ સંગીતા સાથે પ્રેમ થયો હતો. તે બંને બેડમિન્ટન રમતા હતા અને આ સમય દરમિયાન તેઓ નજીક આવ્યા. તેમનો સંબંધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો.

અચાનક સંગીતાના ભાઈને આ લવસ્ટોરીની જાણ થઈ અને તેણે પરિવારને કહ્યું,પરિવારને શંકર અને સંગીતાના સંબંધથી કોઈ સમસ્યા નહોતી પરંતુ તેમને મળવાનું બંધ કરવામાં આવ્યું હતું.

તેમ છતાં બંન્ને ચુપચાપ મળતા હતા. શંકર મહાદેવને વર્ષ 1992માં સંગીતા સાથે લગ્ન કર્યા.ઉપરાંત થોડા સમય પછી તેમણે નોકરી છોડીને સંગીતમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.

આ નિર્ણયમાં તેમની પત્નીએ તેમને સંપૂર્ણ ટેકો આપ્યો.સંગીતા અને શંકર મહાદેવનને બે પુત્રો છે,સિદ્ધાર્થ મહાદેવન અને શિવમ મહાદેવનબંને ગાયકો છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































