Breaking News : 57 વર્ષની ઉંમરે પિતા બનવા જઈ રહ્યો છે અરબાઝ ખાન, સલમાન ખાન બનશે કાકા
ઘણા સમયથી સલમાનના ભાઈ અરબાઝ ખાનની પત્ની શૂરા ખાનની પ્રેગ્નેન્સીના સમાચાર આવી રહ્યા હતા.આ વિશે હવે અરબાઝ ખાને ખુલાસો કર્યો છે.અરબાઝ ખાનની બીજી પત્ની શુરા ખાન માતા બનવાની છે. ડિસેમ્બર 2023માં અરબાઝ ખાન અને શૂરાના લગ્ન થયા હતા.

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની બીજી પત્ની શૂરા ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં તે ક્લિનિકમાંથી બહાર જોવા મળી હતી. આ દરમિયાન તેનું બેબી બમ્પ પણ જોવા મળ્યું હતુ.પરંતુ અરબાઝ કે, શુરા બંન્નેમાંથી કોઈએ આ વાત કન્ફોર્મ કરી ન હતી. હવે અરબાઝ ખાને કન્ફોર્મ કર્યું કે, તે બીજી વખત પિતા બનશે.

57 વર્ષની ઉંમરમાં બીજી વખત પિતા બનવાને લઈ અરબાઝ ખાન ખુબ ઉત્સાહિત છે. તેમણે આ વાત ખુલીને કરી છે. તેની પત્ની શૂરાની ઉંમર 35 વર્ષની છે.એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તે લાંબા સમય બાદ પિતા બનવા જઈ રહ્યો છે. આને લઈ થોડો નર્વસ પણ છે.

અરબાઝના પહેલા લગ્ન બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા સાથે થયા હતા.બંન્નેને એક પુત્ર અરહાન ખાન છે જેનો જન્મ વર્ષ 2002માં થયો હતો.

બીજી વખત પિતા બનવા વિશે વાત કરતા અરબાઝ ખાને કહ્યું હું ખુબ એક્સાઈટેડ છું, હું ખુશ છુ અને જવાબદારીનો એક નવો અહેસાસ થઈ રહ્યો છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હીરો તરીકે પોતાના અભિનયનો જાદુ બતાવનાર અભિનેતા અરબાઝ ખાન હાલમાં ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તેમણે 1996માં ફિલ્મ "દરાર" થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023માં અરબાઝ ખાન અને શુરાએ લગ્ન કર્યા હતા.એ વર્ષે જ અરબાઝનું જોર્જિયા એન્ડ્રિયાની સાથે બ્રેકઅપ થયું હતુ. શુરા પહેલા અરબાઝ ખાને મલાઈકા અરોરા સાથે 1998માં લગ્ન કર્યા હતા.પરંતુ 20 વર્ષ બાદ 2017માં બંન્ને અલગ થયા હતા.

અરબાઝ ખાને પોતાના પ્રોડક્શન હાઉસ, અરબાઝ ખાન પ્રોડક્શન્સ હેઠળ ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. વર્ષ 2010 માં, તેમણે તેમના ભાઈ સલમાન ખાન સાથે "દબંગ" ફિલ્મ બનાવી હતી.
વિલનથી કરી બોલિવુડમાં એન્ટ્રી, હોટ અભિનેત્રી, મોડલ સાથે વધુ ન ટક્યા સંબંધો 56 વર્ષે કર્યા બીજા લગ્ન, અરબાઝ ખાનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
