Breaking News : કેન્સરમાં પિતાને ગુમાવ્યા બાદ અભિનેત્રી આવી સ્ટેજ 4 કેન્સરની ઝપેટમાં
Tannishtha Chatterjee Cancer : બોલિવુડ અભિનેત્રી તનિષ્ઠા ચેટર્જીએ ખુલાસો કર્યો કે, તે સ્ટેજ 4ના ઓલિગો મેટાસ્ટૈટિક કેન્સર સામે ઝઝુમી રહી છે. પિતાને કેન્સરમાં ગુમાવ્યા બાદ અભિનેત્રી આ બીમારી સામે લડી રહી છે.

બોલિવુડ અભિનેત્રી તનિષ્ઠા ચેટર્જીએ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, તે છેલ્લા 8 મહિનાથી સ્ટેજ 4ના મેટાસ્ટૈટિક કેન્સર સામે લડી રહી છે.

આ સમાચાર તેના ચાહકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ભાવુક કરનાર છે. પિતાને કેન્સરમાં ગુમાવ્યા બાદ અભિનેત્રી ખુo આ બીમારીની ઝપેટમાં આવી છે,પરંતુ તેમણે હાર માની નથી.કારણ કે તેના પર એક વૃદ્ધ માતા અને 9 વર્ષની પુત્રીની જવાબદારી છે. ચાહકો અને સેલેબ્સ અભિનેત્રી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી તેમના મિત્રો અને ચાહકોને સંદેશ આપ્યો કે, મુશ્કિલ સમયમાં હિંમત અને પ્રેમ જ અસલી તાકત છે. તનિષ્ઠા ચેટર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં કહ્યું કે, છેલ્લા 8 મહિના તેના માટે ખુબ અધરા રહ્યા છે.કેન્સરથી પિતાનું મૃત્યુ થયાના થોડા સમય પછી, તેને પણ સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર હોવાનું નિદાન થયું.

સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર શું છે?સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર એ કેન્સરનો એવો તબક્કો છે જેમાં રોગ શરીરના એક કરતાં વધુ ભાગોમાં ફેલાયો હોય છે. આ તબક્કે સારવાર પડકારજનક બની જાય છે અને દર્દીને લાંબા ગાળાની શારીરિક અને માનસિક શક્તિની જરૂર હોય છે.

તનિષ્ઠા ચેટર્જીએ શૈડોઝ ઓફ ટાઈમ, બ્રિક લેન, જલપરી ધ ડેઝર્ટ મરમેડ, દેખો ઈન્ડિયન સર્કસ, ભોપાલ પ્રેયર ફોર રેન, પાર્ચ્ડ અને બિયોન્ડ ધ ક્લાઉડ્સ જેવી ફિલ્મોમાં તેના કામ માટે જાણીતી છે.

તનિષ્ઠા ચેટર્જીનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં એક બંગાળી હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા એક બિઝનેસ એક્ઝિક્યુટિવ હતા અને તેમની માતા પ્રોફેસર હતી. તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશતા પહેલા દિલ્હી યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રમાં અભ્યાસ કર્યો હતો.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો
