AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retirement New Rules : સરકારી કર્મચારીઓ માટે મોટી ખબર, પેન્શન અને ગ્રેચ્યુટીને લઈ આવ્યું મોટું અપડેટ

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે નિર્ધારિત આટલા વર્ષ કે તેથી વધુ સેવા ધરાવતા કર્મચારીઓને જ ફરજિયાત નિવૃત્તિ પેન્શન મળશે.

| Updated on: Nov 13, 2025 | 5:17 PM
Share
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓની ફરજિયાત નિવૃત્તિ (Compulsory Retirement) સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેન્શન અને ગ્રેચ્યુટી અંગે ચાલતી મૂંઝવણનો અંત લાવતા નવી માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરવામાં આવી છે. નવા નિયમો મુજબ, હવે માત્ર 10 વર્ષથી વધુ સેવા આપનાર કર્મચારીઓ જ પેન્શન માટે પાત્ર ગણાશે. આ નવી વ્યવસ્થા સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (પેન્શન) નિયમો 2021ના નિયમ 44 હેઠળ લાગુ કરવામાં આવી છે.

1 / 5
અત્યાર સુધી ફરજિયાત નિવૃત્તિ મેળવતા કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેચ્યુટીની ગણતરી અંગે સ્પષ્ટ નિયમો ન હતા. આ કારણે ઘણા કર્મચારીઓને નિવૃત્તિ બાદના નાણાકીય અધિકારો વિશે ગેરસમજ ઉભી થતી હતી. નવી માર્ગદર્શિકા દ્વારા હવે કર્મચારીઓને સ્પષ્ટ રીતે સમજાશે કે ફરજિયાત નિવૃત્તિ બાદ તેમને કેટલી રકમ અને કયા શરતો હેઠળ મળશે. આથી હવે પેન્શન અને ગ્રેચ્યુટીની ગણતરી અંગેની અનિશ્ચિતતા દૂર થશે.

2 / 5
સરકારે કર્મચારીઓને તેમના સેવા સમયગાળા (Service Tenure) ના આધારે બે વિભાગોમાં વિભાજિત કર્યા છે. જો કોઈ કર્મચારી 10 વર્ષ કે તેથી વધુ સેવા પૂર્ણ કર્યા પછી ફરજિયાત નિવૃત્ત થાય છે, તો તે વ્યક્તિને “ફરજિયાત નિવૃત્તિ પેન્શન” (Compulsory Retirement Pension) માટે પાત્ર ગણાશે. જો કે, આ પેન્શન રકમ સામાન્ય નિવૃત્તિ સમયે મળતા પેન્શન જેટલી નહીં હોય. મેમોરેન્ડમ મુજબ, ફરજિયાત નિવૃત્તિ પેન્શનની રકમ સામાન્ય પેન્શનનો એક નિશ્ચિત ટકા (Fixed Percentage) રહેશે. જે 50%, 60% અથવા અન્ય પ્રમાણમાં હોઈ શકે છે. આ ટકાવારીનો નિર્ણય સંબંધિત વિભાગ અથવા સક્ષમ અધિકારી (Competent Authority) દ્વારા દરેક કેસ મુજબ લેવામાં આવશે.

3 / 5
જો કોઈ કર્મચારી 10 વર્ષથી ઓછી સેવા પૂર્ણ કરીને ફરજિયાત નિવૃત્ત થાય છે, તો તેને પેન્શનનો લાભ નહીં મળે. પરંતુ સરકારે આવા કર્મચારીઓ માટે પણ રાહતની વ્યવસ્થા કરી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, 10 વર્ષથી ઓછી સેવા ધરાવતા કર્મચારીઓને ‘ફરજિયાત નિવૃત્તિ સેવા ગ્રેચ્યુટી’ (Compulsory Retirement Service Gratuity) આપવામાં આવશે. આ રકમ પણ સામાન્ય નિવૃત્તિ ગ્રેચ્યુટીનો એક નિશ્ચિત ટકા હશે. આ ટકાવારી નક્કી કરવાની સત્તા પણ સક્ષમ અધિકારી પાસે રહેશે. એટલે કે, આવા કર્મચારીઓને પેન્શન નહીં મળે, પરંતુ તેમને એક વખતમાં ગ્રેચ્યુટીની રકમ મળી રહેશે.

4 / 5
લાંબા સમયથી ફરજિયાત નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેચ્યુટીના નિયમોમાં સ્પષ્ટતા ન હોવાથી મૂંઝવણ સર્જાતી હતી. ખાસ કરીને ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે કરવી અને સેવા સમયગાળાના આધારે કેટલો લાભ મળશે તેની સ્પષ્ટતા નહોતી. આ અનિશ્ચિતતાને દૂર કરીને કર્મચારીઓને નાણાકીય સુરક્ષા (Financial Security) આપવા માટે સરકારે આ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે કર્મચારીઓને તેમના નિવૃત્તિ બાદના લાભો અંગે સ્પષ્ટ સમજ મળશે અને ભવિષ્યનું આયોજન કરવું સરળ બનશે.

5 / 5

Post Office Scheme : પૈસા છાપવાનું મશીન છે આ સરકારી સ્કીમ! દરેકને બનાવશે લખપતિ

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

g clip-path="url(#clip0_868_265)">