BSNL Recharge Plan: 40 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન ! કિંમત 200 રુપિયાથી પણ ઓછી
BSNL કંપની પાસે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે ત્યારે કંપનીએ તેના પ્લાનમાં ફરી એક નવો પ્લાન એડ કર્યો છે. આ પ્લાન અંગે BSNLએ તેના ટ્વિટર અકાઉન્ટ પર પણ માહિતી આપી છે.

કરોડો ટેલિકોમ યુઝર્સ સસ્તા ભાવે મોટા ફાયદાઓ સાથે રિચાર્જ પ્લાન મેળવવા માંગે છે, પરંતુ મોંઘવારીના આ યુગમાં, પ્લાનની કિંમત એટલી ઊંચી છે કે શું કહી શકાય. ફરી એકવાર રિચાર્જ પ્લાન મોંઘા થવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે, જોકે આ બધાની વચ્ચે BSNL કંપની પાસે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે ત્યારે કંપનીએ તેના પ્લાનમાં ફરી એક નવો પ્લાન એડ કર્યો છે.

BSNLનો આ પ્લાન 40 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન તમને 200 રૂપિયાથી ઓછા ભાવે મળી જશે, ત્યારે ચાલો જાણીએ આ પ્લાનના ફાયદા વિશે

BSNL એ કરોડો વપરાશકર્તાઓ માટે એક સસ્તો પ્લાન રજૂ કર્યો છે, આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 200 રૂપિયાથી ઓછા ભાવે આવે છે.

આ પ્લાનમાં 40 દિવસની લાંબી વેલિડિટી સાથે દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા મળે છે. આ સરકારી કંપનીનો ડેટા ઓન્લી પ્લાન છે.

BSNLનો આ પ્રીપેડ પ્લાન 198 રૂપિયામાં આવે છે. આમાં, વપરાશકર્તાઓને કુલ 40GB ડેટા ઓફર કરવામાં આવે છે.

આ ઉપરાંત, BSNL વપરાશકર્તાઓને મફતમાં 4G સિમ અપગ્રેડ કરવાની ઓફર કરી રહ્યું છે. આ પ્લાન અંગે BSNLએ તેના ટ્વિટર અકાઉન્ટ પર પણ માહિતી આપી છે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
