Gujarati News » Photo gallery » Bollywood actor John Abraham became the guest of Ahmedabad, find out which place in the city to visit
બોલીવુડ અભિનેતા John Abraham બન્યા અમદાવાદના મહેમાન, જાણો શહેરના ક્યા સ્થળની કરી મુલાકાત
કોરોનાકાળ બાદ વિવિધ થિયેટરો ફરી ધમધમવા લાગ્યા છે. ત્યારે પોતાની આગામી ફિલ્મ અટેકના પ્રમોશન માટે જાણીતા ફિલ્મ અભિનેતા અને યુવાનોના પ્રણેતા જોન અબ્રાહમ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા.
આગામી ફિલ્મના પ્રમોશન માટે જાણીતા અભિનેતા જોન અબ્રાહમ આજે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા. તેમણે સાયન્સ સીટીની મુલાકાત લીધી અને ટેક્નોલોજીના વિકાસને લઇને અચંબિત થઈ ગયા.
1 / 5
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વિવિધ ટેક્નોલોજીના વિકાસને લઈ વિશ્વભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવનાર સાયન્સ સીટીની મુલાકાત લઈને તેઓ અચંબિત થયા. સાયન્સ સીટીમાં પ્રવેશતા સમયે મુકાયેલા રોબોટે તેમનું સ્વાગત કર્યું અને અભિનેતા રોબોટ સાથે વાતચીત કરતા પણ નજરે પડ્યા. ત્યારબાદ સાયન્સ સિટીમાં ઉભા કરાયેલા વિવિધ આકર્ષણોની પણ તેમણે મુલાકાત લીધી.
2 / 5
કોરોનાકાળ બાદ વિવિધ થિયેટરો ફરી ધમધમવા લાગ્યા છે. ત્યારે પોતાની આગામી ફિલ્મ અટેકના પ્રમોશન માટે જાણીતા ફિલ્મ અભિનેતા અને યુવાનોના પ્રણેતા જોન અબ્રાહમ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા.
3 / 5
TV9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આવનારો સમય છે તે ટેક્નોલોજીને સમર્પિત સમય હશે તથા હાલ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી તૈયાર કરાયેલા રોબોટ મુકાયા છે. તે સામાન્ય જનજીવનમાં પણ હોવા જોઈએ, પરંતુ તેને આવતા હજી લાંબો સમય લાગશે. તેમણે જણાવ્યું કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ તેમનું મનપસંદ શહેર છે. થોડા થોડા દિવસે ગુજરાતી થાળી અને ગુજરાતી ભોજન પ્રત્યેનો પ્રેમ તેમને અમદાવાદ ખેંચી લાવે છે.
4 / 5
પોતાની આવનારી ફિલ્મ અટેક વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ એક સત્ય હકીકત અને આવનારા વિઝન ઉપર તૈયાર કરાયેલી ફિલ્મ છે. જે લાખો યુવાનોને ટેક્નોલોજી પ્રત્યે પ્રેરિત કરે છે. ( Photos By- Naresh Rajora, Edited By- Omprakash Sharma)