AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: “જહાજો પર હુમલા તાત્કાલિક બંધ કરો….” ઓમાનમાં ત્રણ ભારતીયોના મોત બાદ ભારત સરકારે આપ્યો સખ્ત સંદેશ

પશ્ચિમ એશિયામાં જહાજો પર સતત હુમલા થઈ રહ્યા છે અને ઓમાનના દરિયા પાસે ત્રણ ભારતીયોના મોત થયા છે. ત્યારે ભારતે તેના પર ચિંતા વ્યક્ત કરતા તુરંત હુમલા રોકવા સૂચના આપી છે. ભારતે શાંતિ બહાલ કરવાની અને સંવાદ દ્વારા તણાવ ઓછો કરવાની અપીલ કરી છે.

Breaking News: જહાજો પર હુમલા તાત્કાલિક બંધ કરો.... ઓમાનમાં ત્રણ ભારતીયોના મોત બાદ ભારત સરકારે આપ્યો સખ્ત સંદેશ
| Updated on: Jun 11, 2026 | 7:41 PM
Share

પશ્ચિમ એશિયામાં ભારતીય ખલાસીઓને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલા મામલે ભારતે હવે કડક વલણ બતાવ્યુ છે. ભારતે ભારતીય નાવિકોની સુરક્ષા ને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસોથી ક્ષેત્રમાં ભારતીય ખલાસીઓ સાથે કેટલીક ગંભીર ઘટનાઓ સામે આવી છે. ભારત તેમના ખલાસીઓની સુરક્ષાને પ્રાથમિક્તા આપે છે અને સતત તેના પર નજર રાખી રહ્યુ છે.

વિદેશ મંત્રાલયે ઓમાનના કિનારા પાસે એક જહાજ પર કરાયેલા હુમલાની સખ્ત ટીકા કરી છે. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોના મોત થયા છે. રણધીર જયસ્વાલે જણાવ્યુ કે આ અત્યંત દુખદ ઘટના છે અને ભારત સરકાર પીડિત પરિવારોની સાથે છે. સરકાર આ મામલે તમામ આવશ્યક કૂટનીતિક પગલા લઈ રહી છે.

ભારતે નોંધાવ્યો વિરોધ

ભારતે આ ઘટનાને લઈને દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ ના પ્રભારી (CDA) ને સમન્સ પાઠવીને કડક વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે આ ક્ષેત્રમાં ચાલી રહેલા હુમલાઓ માત્ર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ખતરો નથી પરંતુ વૈશ્વિક વેપાર અને નાવિકોની સલામતી પર પણ ગંભીર અસર પડી રહી છે.

શાંતિ અને કૂટનીતિ પર ફોક્સ

વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને સંયમ રાખવા અને વાતચીતના માર્ગ પર પાછા ફરવાની અપીલ કરી છે. ભારતે જણાવ્યું હતું કે સંવાદ અને કૂટનીતિ એ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સૌથી અસરકારક માધ્યમ છે. વધુમાં, જહાજો પરના હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરતી વખતે, ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસોને વધુ તેજ કરવા વિનંતી કરી.

POK માં શોકસભામાં સામેલ થનારા હજારો લોકો પર મુનીરની સેનાએ વરસાવી અંધાધૂંધ ગોળીઓ, હવે ક્યાં ગયા માનવાધિકારો?- શું અમેરિકા આના પર કંઈ બોલશે?

Follow Us
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
g clip-path="url(#clip0_868_265)">