AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક્સપાયર દવાઓ પાછી લઈને કંપનીઓ શું કરે છે? શું ફરી બને છે નવી દવા? જાણો સાચી પ્રોસેસ

મેડિકલ સ્ટોરમાંથી એક્સપાયર દવાઓ પાછી લીધા પછી ફાર્મા કંપનીઓ તેનું શું કરે છે? શું તેમાંથી ફરી નવી દવાઓ બનાવવામાં આવે છે? જાણો સમગ્ર પ્રક્રિયા.

એક્સપાયર દવાઓ પાછી લઈને કંપનીઓ શું કરે છે? શું ફરી બને છે નવી દવા? જાણો સાચી પ્રોસેસ
| Updated on: Aug 31, 2026 | 4:35 PM
Share

ઘરમાં પડેલી એક્સપાયર દવાઓને તો લોકો ઘણીવાર કચરાપેટીમાં ફેંકી દેતા હોય છે, પરંતુ મેડિકલ સ્ટોર કે ફાર્મસીમાં રહેલી એવી દવાઓનું શું થાય છે જેમની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોય? શું કંપનીઓ તેમને પાછી લઈને ફરીથી ઉપયોગમાં લે છે? શું એક્સપાયર થયેલી ટેબ્લેટ કે સિરપમાંથી નવી દવાઓ બનાવવામાં આવે છે? કે પછી આ દવાઓનો કોઈ ચોક્કસ રીતે નિકાલ કરવામાં આવે છે?

આ સવાલ માત્ર રસપ્રદ જ નહીં, પણ ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે એક્સપાયર દવાઓનો ખોટી રીતે નિકાલ કરવો એ પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્ય બંને માટે મોટો ખતરો બની શકે છે. ભારતના દવા નિયામક સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ એક્સપાયર અને બિનઉપયોગી દવાઓના સુરક્ષિત નિકાલ માટે માર્ગદર્શિકા (ગાઈડન્સ) જાહેર કરી છે.

ફાર્મસીથી શરૂ થાય છે એક્સપાયર દવાઓની સફર

જ્યારે કોઈપણ મેડિકલ સ્ટોરમાં રાખેલી દવાની એક્સપાયરી ડેટ પૂરી થાય છે, ત્યારે તેને વેચાણ માટે રાખી શકાતી નથી. આવી દવાઓને સ્ટોરમાં તાત્કાલિક અલગ રાખવામાં આવે છે. CDSCO ની માર્ગદર્શિકા અનુસાર:

  • રિટેલર કે મેડિકલ સ્ટોરે એક્સપાયર થયેલી દવાઓનો ચોક્કસ રેકોર્ડ રાખવો પડે છે.
  • રિટેલરે એક્સપાયરીના 30 દિવસની અંદર આ સ્ટોક જે-તે સપ્લાયર કે ડિસ્ટ્રિબ્યુટરને પરત કરવાનો રહે છે, જ્યાંથી દવા ખરીદવામાં આવી હતી.
  • આ રીતે એક્સપાયર દવાની સફર: મેડિકલ સ્ટોર થી ડિસ્ટ્રિબ્યુટર/સપ્લાયર થઈ મેન્યુફેક્ચરર કંપની સુધી પહોંચે છે.

પરત આવ્યા પછી કંપનીઓ શું કરે છે?

કંપની કે ઉત્પાદક પાસે પહોંચ્યા પછી એક્સપાયર થયેલી દવાઓને સામાન્ય વેચાણવાળા સ્ટોકથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવે છે અને તેનો અલગ ચોપડે રેકોર્ડ રખાય છે. તેનો મુખ્ય હેતુ એ છે કે ભૂલથી પણ આ દવાઓ ફરીથી બજાર કે ગ્રાહકો સુધી ન પહોંચે. જો આવી દવાઓ ગેરકાયદેસર રીતે બજારમાં પહોંચી જાય તો તેના દુરુપયોગનું મોટું જોખમ ઊભું થાય છે.

શું એક્સપાયર દવાઓને ઓગાળીને નવી દવા બનાવાય છે?

આ એક સંપૂર્ણ ખોટી માન્યતા છે. એક્સપાયર દવાઓમાંથી ક્યારેય નવી દવાઓ બનાવવામાં આવતી નથી. આ તમામ સ્ટોક માત્ર વૈજ્ઞાનિક નિકાલ (ડિસ્પોઝલ) માટે જ અલગ કરવામાં આવે છે. CDSCO ની ગાઈડલાઈન મુજબ દવાઓના પ્રકાર અને નિયમોના આધારે તેનો સુરક્ષિત નિકાલ થાય છે, જેમાં:

  • નિયંત્રિત વાતાવરણમાં હાઈ ટેમ્પરેચર પર બાળીને નાશ કરવો (Incineration).
  • સુરક્ષિત લેન્ડફિલિંગ (Landfill).
  • એનકેપ્સ્યુલેશન (Encapsulation) અથવા ઈનર્ટાઈઝેશન (Inertization) જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા નિષ્ક્રિય કરીને નિકાલ કરવો.

દરેક દવાને સીધી કચરાપેટીમાં ફેંકી શકાતી નથી

એક્સપાયર દવાનું ખુલ્લા કચરામાં ફેંકાવું જોખમી છે, કારણ કે તેના કેમિકલ્સ જમીન અને ભૂગર્ભ જળમાં ભળીને પ્રદૂષણ ફેલાવી શકે છે. ઉત્પાદન સ્તરે પણ દવા કંપનીઓએ રિજેક્ટ થયેલી દવાઓ અને ફેક્ટરીમાંથી નીકળતા ઘન કે પ્રવાહી કચરાનો પર્યાવરણના નિયમો અનુસાર નિકાલ કરવો પડે છે અને તેનો ઓડિટ રેકોર્ડ રાખવો ફરજિયાત છે.

શું કંપની ખુદ દવાઓનો નાશ કરે છે?

દરેક પરિસ્થિતિમાં કંપની ખુદ દવાઓનો નાશ કરે તે જરૂરી નથી. ઘણી કંપનીઓ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (PCB) દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકૃત વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ્સને આ કામ સોંપે છે. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓને સુરક્ષિત રીતે સપ્લાય ચેઈનમાંથી બહાર કાઢી કાયદાકીય રીતે નષ્ટ કરવાનો છે.

સરળ શબ્દોમાં કહીએ તો, મેડિકલ સ્ટોરમાંથી પાછી આવેલી એક્સપાયર દવાની સફર વેચાણમાંથી હટવા સાથે શરૂ થાય છે, સપ્લાયર મારફતે ઉત્પાદક સુધી પહોંચે છે અને અંતે વૈજ્ઞાનિક પદ્ધતિથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર નષ્ટ કરી દેવામાં આવે છે.

ઈન્દોરથી અમદાવાદ માત્ર 6 કલાકમાં: MP-ગુજરાત ફોરલેન હાઈવે તૈયાર, દાહોદ, ગોધરા અને રાજકોટ સુધી સુપરફાસ્ટ કનેક્ટિવિટી

Follow Us
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">