Breaking News : જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ, જુઓ Video
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
જૂનાગઢના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભારે ભયનો માહોલ સર્જાયો છે. કિલ્લા પરિસરમાં દીપડો જોવા મળ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચિંતા વ્યાપી છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઉપરકોટ કિલ્લા ખાતે પહોંચી ગઈ હતી.
લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વન વિભાગે તુરંત જ કિલ્લો ખાલી કરાવ્યો અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાય તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અને તેને સુરક્ષિત રીતે પકડવા માટે કિલ્લા પરિસરમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા Leopard Rescue Operation શરૂ કરવામાં આવ્યું છે.
પ્રવાસીઓથી ધમધમતા ઉપરકોટ કિલ્લામાં દીપડાની અચાનક હાજરીથી સ્થાનિકો તેમજ મુલાકાતીઓમાં ફફડાટ ફેલાયો છે. દીપડો ક્યાંથી આવ્યો અને તે કિલ્લામાં ક્યાં છુપાયેલો છે તે અંગે તપાસ ચાલી રહી છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે સઘન કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને દીપડાને પણ કોઈ નુકસાન ન પહોંચે.
23 દેશો વચ્ચે અમદાવાદના તબીબી દંપતીએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો, જુઓ Photos
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો

