AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 વર્ષની હોમ લોન 11 વર્ષમાં થઈ જશે પૂરી, સમજો આ 2 સ્માર્ટ ફોર્મ્યુલા, લાખો રૂપિયાના વ્યાજની થશે બચત

સામાન્ય રીતે હોમ લોન લેવા પર તેની ચૂકવણીમાં મૂળ રકમ કરતાં બમણાથી પણ વધુ પૈસા ચૂકવવા પડે છે. પરંતુ તમે અમુક ખાસ વ્યૂહરચના દ્વારા હોમ લોનને 11 વર્ષથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરી શકો છો. આ માટે તમારે ફક્ત બે સરળ ફોર્મ્યુલા અપનાવવાની જરૂર છે.

| Updated on: Aug 30, 2026 | 10:15 PM
Share
મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાનું ઘર હોવું એ એક મોટું સપનું હોય છે. પરંતુ આ સપનું પૂરું કરવા માટે મોટાભાગના લોકો હોમ લોન લે છે અને જો લોનની મુદત 30 વર્ષની હોય, તો આખી જિંદગી માત્ર EMI ભરવામાં જ નીકળી જાય છે. 30 વર્ષના સમયગાળામાં તમે જેટલી લોન લીધી હોય છે, તેના કરતાં વધુ રકમ તો માત્ર વ્યાજ પેટે ચૂકવવી પડે છે.

1 / 6
ઉદાહરણ તરીકે, જો તમે 7.5% ના વાર્ષિક વ્યાજ દરે ₹1 કરોડની હોમ લોન 30 વર્ષ માટે લો છો, તો તમારી માસિક EMI ₹69,921 થશે. આ 30 વર્ષમાં તમે ₹1 કરોડની મૂળ રકમ સામે ₹1.51 કરોડથી વધુ તો માત્ર વ્યાજ ચૂકવશો, એટલે કે કુલ ચૂકવણી ₹2.51 કરોડ જેટલી થશે.

2 / 6
લોન લેનારાઓને EMI બાબતે થતી ગેરસમજ: ઘણા લોકો માને છે કે ₹69,921 ની EMI ભરવાથી લોનની મૂળ રકમ (પ્રિન્સિપલ) તેટલી ઘટી જાય છે, પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. શરૂઆતના વર્ષોમાં ₹69,921 ની EMI માંથી લગભગ 90% રકમ (આશરે ₹62,500) માત્ર વ્યાજ પેટે કપાય છે, જ્યારે મૂળ રકમમાં માત્ર ₹7,421 નો જ ઘટાડો થાય છે. શરૂઆતના 15 વર્ષ સુધી EMI નો મોટો હિસ્સો વ્યાજ ચૂકવવામાં જ જાય છે. 15 વર્ષ પછી જ પ્રિન્સિપલ અમાઉન્ટ ઝડપથી ઘટવાનું શરૂ થાય છે.

3 / 6
હોમ લોન ઝડપથી પૂરી કરવા માટે બે અસરકારક ફોર્મ્યુલા છે: 1. હોમ લોનમાં 'પ્લસ વન' (Plus One) ફોર્મ્યુલા, આ ફોર્મ્યુલા મુજબ તમારે વર્ષમાં નિયમિત 12 EMI ઉપરાંત 1 વધારાની EMI ચૂકવવાની રહેશે (એટલે કે વર્ષે કુલ 13 EMI ભરવી). જ્યારે તમે નિયમિત EMI ભરો છો ત્યારે તેનો મોટો હિસ્સો વ્યાજમાં જાય છે, પરંતુ આ 13મી વધારાની EMI સીધી જ તમારી મૂળ રકમ (પ્રિન્સિપલ) માંથી બાદ થાય છે. જો તમે દર વર્ષે માત્ર 1 વધારાની EMI ભરવાનું શરૂ કરો છો, તો તમારી 30 વર્ષની હોમ લોન ઘટીને માત્ર 23 વર્ષ અને 7 મહિના માં જ પૂરી થઈ જશે.

4 / 6
2. EMI માં દર વર્ષે '10 ટકા વધારા' ની ફોર્મ્યુલા: જેમ જેમ તમારી આવક કે સેલેરીમાં વાર્ષિક વધારો થાય, તેમ તેમ તમારી હોમ લોનની EMI માં પણ દર વર્ષે 10% નો વધારો કરતા જાઓ. ઉદાહરણ તરીકે, જો તમારી માસિક EMI ₹20,000 હોય, તો બીજા વર્ષે તેને 10% વધારીને ₹22,000 કરો અને તે પછીના વર્ષે ફરી 10% વધારો. આ પદ્ધતિ સતત ચાલુ રાખવાથી 30 વર્ષની લોન ઘટીને માત્ર 11 વર્ષ અને 2 મહિના માં પૂર્ણ થઈ જશે.

5 / 6
બંને ફોર્મ્યુલા સાથે અપનાવવાથી 11 વર્ષથી પણ ઓછા સમયમાં લોન મુક્ત: જો તમે 'પ્લસ વન' અને '10% વાર્ષિક વધારો' બંને ફોર્મ્યુલા એકસાથે અમલમાં મૂકો છો (એટલે કે દર વર્ષે 13 EMI ભરો અને દર વર્ષે EMI માં 10% નો વધારો પણ કરો), તો તમારી 30 વર્ષની હોમ લોન માત્ર 10 વર્ષ અને 6 મહિના માં જ સંપૂર્ણપણે ચૂકતે થઈ જશે. હોમ લોન ઝડપથી ખતમ કરવાનો સીધો નિયમ એ છે કે કોઈપણ રીતે મૂળ રકમ (પ્રિન્સિપલ અમાઉન્ટ) ઝડપથી ઘટાડવી, જેથી વ્યાજનો બોજ આપોઆપ ઘટી જાય.

6 / 6

ડિસ્ક્લેમર:

આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

મેડિકલ ઇમરજન્સીમાં તાત્કાલિક જોઈએ છે બ્લડ, પ્લાઝમા કે પ્લેટલેટ્સ? ફોન પર ઓનલાઇન જાણો ઉપલબ્ધતા, આ રહી સંપૂર્ણ રીત

Follow Us
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા

આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ

11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું

નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video

g clip-path="url(#clip0_868_265)">