રાજકોટ સિવિલ હોસ્પિટલના નવનિયુક્તની અધિક્ષકની સફાઈ મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ, જાતે સફાઈ કરી આપ્યો કડક સંદેશ
રાજકોટ સિવિલ હોસ્પિટલના નવ નિયુક્ત અધિક્ષકે જાતે હોસ્પિટલની સફાઈ કરતા નજરે પડ્યા હતા. અધીક્ષક કમલ ડોડિયાએ ઈમજન્સી વિભગ પાસે તેઓ વાઈપર લઈને સફાઈ કરતા જોવા મળ્યા હતા. આ સાથે તેઓ સફાઈ પ્રત્યે કટિબદ્ધ છે અને સ્હેજ પણ આમતેમ ચલાવી નહીં લે તેવો સંદેશ સફાઈકર્મીઓ અને અન્ય સિવિલ સ્ટાફને આપ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ક્યારેક ઉંદરોનો ત્રાસ, ક્યારેક સફાઈનો અભાવ ક્યારેક પાણી ટપકવા જેવા અનેક મુદ્દે વિવાદમાં આવી ચુકી છે. ત્યારે આ વખતે સિવિલના નવનિયુક્ત અધીક્ષક કમલ ડોડિયા જાતે સફાઈ કરતા નજરે પડ્યા છે. ઈમરજન્સી વિભાગ પાસે અધીક્ષક વાઈપર લઈને સફાઈ કરતા જોવા મળ્યા. આ જોઈને સફાઈમાં આળસ કરતા કે એકબીજાને ખો આપતા સફાઈકર્મીઓ છોભીલા પડ્યા હતા. અધિક્ષકે જાતે સફાઈ કરી કોઈપણ પ્રકારની બેદરકારી નહીં ચલાવવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. તપાસ વખતે કેટલાક કર્મચારીઓ ચાલુ ફરજે ટેબલ પર માથુ નાખીને ઊંઘતા જોવા મળ્યા હતા.
આ સમયે જ અધીક્ષકે ઓચિંતી મુલાકાત લીધી હતી અને હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવાનો કડક સંદેશ તેમના વર્તનથી આપી દીધો હતો. આ અગાઉ તેઓએ સાયકલ પર રાઉન્ડ મારી દર્દીઓને અપાતી સુવિધાની અને તેમની સાથે સ્ટાફના વર્તનની ચકાસણી કરી હતી. હવે ઈમરજન્સી વિભાગ બહાર જઈને સિવિલ અધીક્ષકે જાતે જ વાઈપર લઈ સફાઈ કરી. અધિક્ષકને આ રીતે સફાઈ કરતા જોઈ સમગ્ર સિવિલ સ્ટાફ અને મુલાકાતીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
અગાઉ સિવિલ અધિક્ષકની આકસ્મિક તપાસમાં કેટલાક કર્મચારીઓ ફરજ ઉપર ગેરહાજર હતા, જ્યારે અમુક તબીબો ચાલુ ફરજ દરમિયાન ટેબલ પર માથું નાખીને ઊંઘતા ઝડપાયા હતા. આ પ્રકારની શિસ્તહીનતા જોઈ સિવિલ અધિક્ષકે જે-તે સમયે જ તમામ વિભાગોની એક બેઠક બોલાવી હતી. અને આકરા પાણીએ થઈ ફરજમાં કોઈ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી નહીં ચલાવી લેવા આદેશ કર્યો હતો.
Input Credit- Mohit Bhatt- Rajkot
પાલનપુરમાં 8 મહિનાથી ખોદેલા રોડ નો રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ, ઉચ્ચારી આંદોલનની ચીમકી
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને
8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી
