Plant In Pot : શું શિયાળામાં એલોવેરાનો છોડ સુકાઈ જાય છે ? અપનાવો આ ટીપ્સ
એલોવેરા છોડમાં આયુર્વેદિક ગુણ હોવાના કારણે જાણીતો છે, પરંતુ છોડની યોગ્ય કાળજી ન લેવાના કારણે તેમને નબળા બનાવી શકે છે. પીળા પાંદડા, મૂળ સડી જવા અથવા પાતળા, લાંબા પાંદડા ઘણીવાર આ સામાન્ય ભૂલોના સંકેતો આપે છે.

એલોવેરા તેના પાંદડામાં પાણી સંગ્રહ કરે છે. વધુ પડતું પાણી છોડમાં નાખવાથી મૂળ સડી શકે છે અને પાંદડા પીળા અથવા નરમ થઈ શકે છે.

એલોવેરાનો છોડ ઉગાડેલી માટી સુકાઈ જાય ત્યારે તેમાં 2-3 ઈંચ પાણી નાખો. ત્યારબાદ ખાતરી કરો કે કૂંડામાં સારી રીતે ડ્રેઈન થાય.

તમે છોડની માટીમાં રેતી, પ્યુમિસ, પર્લાઈટ ઉમેરો. તેમજ ટેરા કોટા અથવા સિરામિકના કૂંડામાં છોડ ઉગાડવો ફાયદાકારક છે.

એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ જગ્યાએ રાખો.
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
