AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ઘાટલોડિયાથી અમિત શાહે ભવ્ય તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ, જુઓ Photos

Ahmedabad: મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત અંમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ઘાટલોડિયા અને ચાણક્યપુરી વિસ્તારથી નિર્ણયનગર સુધી આ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમા સેંકડો લોકો જોડાયા હતા.

Mihir Soni
| Edited By: | Updated on: Aug 13, 2023 | 5:59 PM
Share
 Ahmedabad: અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાથી ચાણક્યપુરી સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે ઘાટલોડિયાથી આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો.

1 / 7
ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ચાણક્યપુરી બ્રિજ પાસે આવેલા ઓપન પાર્ટી પ્લોટમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમા મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને પહોંચ્યા હતા. આ તિરંગા યાત્રા દરમિયાન વંદે માતરમ, અને ભારત માતાકી જયના નારા ગૂંજી ઉઠ્યા હતા.

2 / 7
 મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં મ્યુનિસિપલ સ્કૂલના બાળકો, કોર્પોરેટરો સહિતના લોકો કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ તિરંગાયાત્રામાં 30 હજારથી વધુ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

3 / 7
ચાણક્યપુરી બ્રિજથી કેકે નગર રોડ થઈ ઉમિયા હોલથી નિર્ણયનગર ત્રણ રસ્તા સુધી આ તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહે ફ્લેગ ઓફ કરાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

4 / 7
આ તિરંગાયાત્રામાં દેશની ત્રણ પાંખના જવાનો પણ હાજર રહ્યા હતા. આસામ રેજિમેન્ટ ઓફ ઈન્ડિયન આર્મી પ્લાટુન જવાનો પણ આ યાત્રામાં જોડાયા સાથે જ સ્થાનિક પોલીસકર્મીઓ પણ જોડાયા હતા.

5 / 7
જ્યાં જ્યાંથી આ તિરંગા યાત્રા પસાર થઈ ત્યાંથી લોકો તેમા જોડાતા ગયા હતા અને વંદેમાતરમના નારા લાગ્યા હતા. લોકોએ પોતાના ઘરોની અગાશી પરથી તિરંગા યાત્રાને નિહાળી હતી અને હાથમાં તિરંગા સાથે દેશભક્તિના રંગે રંગાયા હતા.

6 / 7
ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર અને મોટી સંખ્યામાં નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

7 / 7
g clip-path="url(#clip0_868_265)">