આ વર્ષે 25% ચઢ્યો શેર! શું ₹10,000 પાર જશે? તમે આ સ્ટોક Buy કરશો, Sell કરશો કે Hold કરશો?
શેરબજારના રોકાણકારો માટે મોટી ખબર સામે આવી છે. દેશની એક અગ્રણી હોસ્પિટલ ચેઈને પોતાના જૂન ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે, જેમાં તેના ચોખ્ખા નફામાં 34% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આવકમાં ડબલ-ડિજિટ ગ્રોથ નોંધાવનાર આ હેલ્થકેર કંપનીનો શેર વર્ષ 2026 માં અત્યાર સુધી 25% જેટલો ઉછળી ચૂક્યો છે. એવામાં સવાલ એ છે કે, આ સ્ટોકને અત્યારે ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો?

Apollo Hospitals નું પ્રદર્શન જૂન ત્રિમાસિકમાં સારું રહ્યું. આ દરમિયાન કન્સોલિડેટેડ રેવેન્યુ વાર્ષિક ધોરણે 21 ટકા વધીને 7,044 કરોડ રૂપિયા રહ્યું. એબિડ્ટા (EBITDA) 28 ટકા વધીને 1,092 કરોડ રૂપિયા થઈ ગયું. એબિડ્ટા માર્જિન પણ વધીને 15.5 ટકા થઈ ગયું. એક વર્ષ પહેલાંની સમાન મુદતમાં આ 14.6 ટકા હતું.

જૂન ત્રિમાસિકમાં Apollo Hospitals નો ટેક્સ પછીનો કન્સોલિડેટેડ પ્રોફિટ વાર્ષિક ધોરણે 34 ટકા વધીને 581 કરોડ રૂપિયા રહ્યો. લગભગ તમામ બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળ્યો. આમાં હેલ્થકેર સર્વિસિઝ, અપોલો હેલ્થકો અને AHLL નો સમાવેશ થાય છે. વધુમાં, તમામ બિઝનેસની રેવેન્યુ ગ્રોથ પણ ડબલ ડિજિટમાં રહી છે.

હોસ્પિટલ બિઝનેસનું રેવેન્યુ જૂન ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે 22 ટકા વધીને 3,567 કરોડ રૂપિયા રહ્યું. આમાં વોલ્યુમ ગ્રોથમાં 11 ટકા, પ્રાઇસિંગમાં 4 ટકા અને કેસ તથા પેર મિક્સમાં 3 ટકા ગ્રોથનો ફાળો છે. ઇનપેશન્ટ વોલ્યુમ 13 ટકા વધ્યું. ઓક્યુપન્સી 70 ટકા જળવાઈ રહી. એવરેજ રેવેન્યુ પર પેશન્ટ (ARPP) વાર્ષિક ધોરણે 8 ટકા વધ્યું.

મેનેજમેન્ટને હોસ્પિટલ બિઝનેસની રેવેન્યુ ગ્રોથ નાણાકીય વર્ષ 2027 (FY27) માં લગભગ 20 ટકા રહેવાનો ભરોસો છે. બેંગલુરુમાં 180 બેડની હોસ્પિટલમાં સેવાઓ શરૂ થઈ ચૂકી છે. ગુરુગ્રામની હોસ્પિટલમાં આ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં કામગીરી શરૂ થઈ જવાની અપેક્ષા છે. કંપનીએ નાણાકીય વર્ષ 2031 (FY31) સુધી બેડની સંખ્યા વધીને 14,100 કરવાનો પ્લાન બનાવ્યો છે.

અપોલો હોસ્પિટલ્સની ગ્રોથ આગળ પણ મજબૂત રહેવાની અપેક્ષા છે. આમાં મજબૂત ઓક્યુપન્સી, વધતી ક્લિનિકલ જટિલતા, કેપેસિટી વિસ્તરણ પર ફોકસ અને ડિજિટલ બિઝનેસમાંથી નફો મેળવવાની વધતી ક્ષમતાનો ફાળો હશે. જો કે, તાજેતરમાં સંસદીય સમિતિએ હોસ્પિટલોમાં બેડના ટેરિફની લિમિટ નક્કી કરવાની સલાહ આપી છે. આની અસર અપોલો જેવી હોસ્પિટલોના રેવેન્યુ પર પડી શકે છે.

આ વર્ષે શેર અત્યાર સુધી 25 ટકા વધી ચૂક્યો છે. FY28 ના અંદાજિત EV/EBITDA ના 24 ગણા પર શેરોમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. આના પર નિષ્ણાતોએ રેટિંગ ઓવરવેટથી ઇક્વલ-વેટ કરી દીધું છે. Apollo Hospitals નો શેર 14 ઓગસ્ટે 3.73 ટકા વધીને 8,920.5 રૂપિયા પર બંધ થયો. ઇન્વેસ્ટર્સ આ શેરમાં થોડી નફો-વસૂલી (Profit Booking) કરી શકે છે.

છેલ્લા 3 મહિનામાં કુલ 30 એનાલિસ્ટ્સ દ્વારા આપવામાં આવેલા રેટિંગ અનુસાર આ શેર પર Strong Buy નું ઓવરઓલ સિગ્નલ છે. આમાં 24 એનાલિસ્ટ્સે Strong Buy, 2 એનાલિસ્ટ્સે Buy, 3 એનાલિસ્ટ્સે Hold અને 1 એનાલિસ્ટ દ્વારા Strong Sell નું રેટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે Sell માટે કોઈ રેટિંગ આપવામાં આવ્યું નથી.

આ શેર માટે એનાલિસ્ટ્સના સરેરાશ (Average) પર નજર કરીએ તો, 1 વર્ષ માટે પ્રાઇસ ટાર્ગેટ ₹9,872.0 (+10.67%) છે, જ્યારે હાલની વર્તમાન કિંમત (Current Price) ₹8,920.5 છે. આ શેર માટે 29 એનાલિસ્ટ્સના 1 વર્ષના અંદાજ અનુસાર, મહત્તમ (Max) ટાર્ગેટ કિંમત ₹10,800 (+21.07%) અને ન્યૂનતમ (Min) ટાર્ગેટ કિંમત ₹6,230.0 (-30.16%) દર્શાવવામાં આવી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
માર્કેટના ‘મોટા સંકેત’! સોના-ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચશે, એક્સપર્ટ્સે તેજીને લઈને કરી ‘મોટી ભવિષ્યવાણી’
