AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મજાકના બહાને સલમાન ખાને કહી દીધી ‘અસલી વાત’, દોસ્તના નવા કેફેને લઈને પોસ્ટ થઈ ‘Viral’

બોલીવુડ એક્ટર સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મિત્રના નવા કેફેને લઈને એક ખાસ મેસેજ શેર કર્યો છે. આ મેસેજમાં તેમણે કેફેમાં કોફીની ક્વોલિટી અને સાફ-સફાઈ જાળવી રાખવા અંગે રમુજી અંદાજમાં શિખામણ આપી છે. આખરે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી સલમાન ખાનની આ પોસ્ટની અસલી કહાની શું છે?

મજાકના બહાને સલમાન ખાને કહી દીધી 'અસલી વાત', દોસ્તના નવા કેફેને લઈને પોસ્ટ થઈ 'Viral'
| Updated on: Sep 04, 2026 | 10:05 PM
Share

બોલીવુડના જાણીતા સ્ટાર સલમાન ખાન (Salman Khan) આજકાલ પોતાના શો ‘બિગ બોસ 20’ (Bigg Boss 20) ને લઈને ચર્ચામાં બન્યા છે. સલમાન ખાનના આ શોને લઈને એક પછી એક અપડેટ સામે આવી રહ્યા છે. આ શો સિવાય સલમાન ખાન પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પણ સમાચારમાં રહે છે.

સલમાન ખાન જ્યારે પણ કંઈક કહે છે, તેમાં તેમનો એક અલગ અંદાજ જોવા મળે છે. આ વખતે પણ કંઈક એવું જ થયું, જ્યારે તેમણે પોતાના મિત્રના નવા કેફેને લઈને સોશિયલ મીડિયા પર એક રમુજી મેસેજ શેર કર્યો. તેમની આ પોસ્ટ હવે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

સલમાન ખાને કરી રમુજી પોસ્ટ

સલમાને પોતાના મિત્રના બાંદ્રામાં ખુલેલા નવા કેફેને સોશિયલ મીડિયા સ્ટોરી દ્વારા સપોર્ટ કર્યો. તેમણે કેફે સાથે જોડાયેલો એક વીડીયો રીપોસ્ટ કર્યો અને સાથે એવો મેસેજ લખ્યો કે, જે વાંચીને લોકોના ચહેરા પર સ્મિત આવી ગયું. સલમાને મજાકીયા અંદાજમાં કેફેની ક્વોલિટી અને સાફ-સફાઈને લઈને ખાસ મેસેજ કર્યો હતો.

સલમાને પોતાના મેસેજમાં કોફીનો ઉલ્લેખ કરતા મિત્રને કહ્યું કે, તેમના માટે કોફી રિફિલ કરતા રહેવું પરંતુ તેની કિંમત વધવી જોઈએ નહીં. સલમાન ખાને આગળ લખ્યું કે, ક્વોલિટી જાળવી રાખવી અને હાઈજીન (સ્વચ્છતા) નું ધ્યાન રાખવું, નહીંતર તે ‘તેમને’ મોકલી દેશે અને પછી ખેલ ખતમ સમજો. ખાસ વાત એ છે કે, સલમાને જે વ્યક્તિ તરફ ઈશારો કર્યો, તેમનું નામ સીધી રીતે ન લીધું પરંતુ પોસ્ટ સામે આવ્યા પછી લોકોને સમજાઈ ગયું કે, તેમનો ઈશારો કોના તરફ છે.

તુકારામ મુંઢેનો કેમ આવ્યો ઉલ્લેખ?

સલમાન ખાનની આ મજાક મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંઢે સાથે જોડાયેલી માનવામાં આવી રહી છે. આજકાલ તેઓ ખાણી-પીણીની દુકાનો, રેસ્ટોરન્ટ્સ અને બીજી ફૂડ જગ્યાઓ પર સાફ-સફાઈ અને ક્વોલિટીને લઈને કરવામાં આવી રહેલી કાર્યવાહીના કારણે ચર્ચામાં છે.

ગુજ્જુ ગર્લને 42 વર્ષની ઉંમરે મળ્યો ‘કાન્હા’ ના આશીર્વાદ, જન્માષ્ટમી પર બતાવી દીકરાની ‘પહેલી ઝલક’ અને જાહેર કર્યું ‘નામ’

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">