AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : કુદરતે બધું છીનવી લીધું પણ ‘મા’ નો પ્રેમ જીતી ગયો, મોતના મુખમાંથી પાછા ફરીને મમ્મીને ભેટી પડ્યો ‘દીકરો’

પ્રકૃતિ જ્યારે પોતાનું વિકરાળ રૂપ બતાવે છે, ત્યારે ક્ષણભરમાં બધું જ તબાહ થઈ જાય છે. નેપાળમાં આવેલા ભયાનક પૂરે ચારેય તરફ વિનાશ વેર્યો છે. એવામાં આ તબાહી અને માતમની ચીસો વચ્ચેથી એક એવી ક્ષણ સામે આવી કે, જેણે આખી દુનિયાની આંખો ભીની કરી દીધી. દિવસોથી ગુમ થયેલો દીકરો જ્યારે અચાનક પોતાની મા ની સામે આવ્યો, ત્યારે જે નજારો જોવા મળ્યો તે જોઈને કઠણ હૃદયનો માણસ પણ રડી પડે.

Trending Video : કુદરતે બધું છીનવી લીધું પણ 'મા' નો પ્રેમ જીતી ગયો, મોતના મુખમાંથી પાછા ફરીને મમ્મીને ભેટી પડ્યો 'દીકરો'
| Updated on: Sep 04, 2026 | 5:07 PM
Share

પ્રકૃતિ જ્યારે પોતાનું વિકરાળ રૂપ બતાવે છે, ત્યારે માણસે બનાવેલા આશિયાના, રસ્તા અને સપના ક્ષણભરમાં તણખલાની જેમ તણાઈ જાય છે. હાલમાં જ નેપાળમાં આવેલી પ્રલયંકર પૂર અને જળ-પ્રલયે ચારેય તરફ તબાહીનો મંજર પેદા કરી દીધો.

દિલને સ્પર્શી જાય તેવો વીડિયો

ઘણા લોકો પોતાના સ્વજનોથી હંમેશા માટે દૂર થઈ ગયા તો ઘણા બેઘર થઈ ગયા. હવે આ ભયાનક મંજર વચ્ચેથી એક એવી ક્ષણ સામે આવી છે કે, જે દિલને સ્પર્શી જવાની સાથે-સાથે આંખોમાં આંસુ લાવી દે છે. હાલમાં દિલને સ્પર્શી જાય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ચારેય તરફ અફરા-તફરીનો માહોલ છે. તબાહી પછી પોતાના સ્વજનોને શોધતા લોકો વચ્ચે અચાનક એક માતા અને તેના પુત્રને મળે છે.

ઘણા દિવસોની લાંબી રાહ, મનમાં ઉઠતા ખરાબ વિચારો અને અણધારી ઘટનાના ડર પછી જ્યારે પુત્ર પોતાની માતાની સામે આવીને ઊભો રહે છે, ત્યારે બધી ધીરજ ખૂટી જાય છે. પુત્ર ચીસ પાડતા “અમ્મા… અમ્મા…” કહીને માતાને ભેટી પડે છે. માતા પણ પોતાના કાળજાના કટકાને સલામત જોઈને ફૂટ-ફૂટ કરીને રડી પડે છે. માતાનો હાથ પુત્રના માથા પર ફરે છે અને બંને એકબીજાને સખત રીતે પકડી લે છે.

માતાને મળ્યો પુત્ર

આ ઘટના જોઈને ત્યાં હાજર બચાવ ટુકડીના લોકો અને ગ્રામજનો પણ પોતાના આંસુ રોકી શક્યા નહીં. દરેક વ્યક્તિ આ ભાવુક ક્ષણનો સાક્ષી બનીને રાહતનો શ્વાસ લઈ રહ્યો હતો. આ માત્ર બે માણસોનું મિલન નહોતું પરંતુ નિરાશા વચ્ચે આશાનું એક કિરણ હતું. વીડિયો જોઈને તમે પણ ચોક્કસપણે એક ક્ષણ માટે ઈમોશનલ થઈ ગયા હશો.

યુઝર્સ જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વીડિયો guneshgodara નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, વીડિયો પર યુઝર્સ પણ જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, માતાનો પ્રેમ દુનિયાની સૌથી મોટી તાકાત છે, મોતના મોંમાંથી નીકળીને પાછા આવવું એ કોઈ ચમત્કારથી કમ નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, પ્રકૃતિની આ આપત્તિમાં જ્યાં માત્ર માતમના અવાજો હતા, ત્યાં આ ચીસમાં વિખૂટા પડવાનું દર્દ અને મળવાનો સંતોષ બંને સાફ દેખાય છે.

ધર્મથી ઉપર ઉઠી આસ્થા! ‘હનુમાન અંશ’ જોવા પહોંચ્યા મુસ્લિમ દર્શક, ચંપલ ઉતારી જોઈ આખી ફિલ્મ, જુઓ-Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">