જન્માષ્ટમીના પાવન અવસરે જગત મંદિરમાં ઉમટ્યુ ભાવિ ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધિશના દર્શન કરી થયા ભાવવિભોર- Video
જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકાધિશના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યુ છે. જગત મંદિરે મંગળા આરતીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા. આ તરફ જગતમંદિરમાં કૃષ્ણજન્મોત્સવની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાઈ છે અને દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અડચણ ન આવે તેનુ ધ્યાન રખાઈ રહ્યુ છે.
આજે જન્માષ્ટમીના દિવસે દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.વહેલી સવારથી જ ‘જય દ્વારકાધિશ’ ના નાદથી સમગ્ર મંદિર ગુંજી ઉઠ્યુ છે. આજે દ્વારકાના નાથનો જન્મદિવસ છે અને આ રૂડા અવસરે મંદિરમાં દર્શન માટે હકડેઠઠ મેદની ઉમટી રહી છે. સમગ્ર દેશમાં જ્યારે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે દ્વારકાધિશના દર્શને પણ ભક્તો ઉમટી રહ્યા છે.
વહેલી સવારથી મંગળા આરતીનો લાભ લેવા ભાવિ ભક્તોનો ધસારો જોવા મળ્યો. મંગળા આરતી બાદ પ્રભુની ખુલ્લા પડદે અનઘોળ (સ્નાન વિધિ) કરવામાં આવ્યુ. જન્મોત્સવને પગલે મંદિરને અદ્દભૂત શણગાર અને રોશનીથી સજાવવામાં આવ્યુ છે. ભાવિકોને દર્શનમાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સુરક્ષા વ્યવસ્તા સુનિશ્ચિત કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દ્વારકાધિશ મંદિરમાં રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની આરતી શરૂ થશે અને મધ્ય રાત્રિએ 2.30 વાગ્યે ભાવિ ભક્તો દ્વારકાધિશના દર્શનનો લાભ લઈ શકશે.
ચીનના કંટ્રોલવાળા તિબેટમાં વિનાશની અસલી હકીકત છુપાવીને ચીન દુનિયા સમક્ષ ક્યુ નેરેટિવ સેટ કરી રહ્યુ છે?- વાંચો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ

