ગુપચુપ રીતે ખરીદાયું ટનબંધ સોનું… પડદા પાછળ ખેલાઈ ગઈ અબજોની રમત, રાતોરાત ગોલ્ડ પર તૂટી પડી મોટી બેંકો
વિશ્વભરની સેન્ટ્રલ બેંકો વચ્ચે અચાનક સોનું ખરીદવાની હોડ જામી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના રિપોર્ટ અનુસાર, આર્થિક અનિશ્ચિતતા અને વધતી મોંઘવારી વચ્ચે દુનિયાની મોટી-મોટી બેંકોએ પોતાના ખજાનામાં ટનબંધ સોનું ઉમેરી દીધું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એક બાજુ અબજો રૂપિયાનું સોનું ખરીદાઈ રહ્યું છે, તો બીજી બાજુ કેટલાક મોટા ખેલાડીઓ પોતાનું સોનું વેચી રહ્યા

દુનિયાભરની સેન્ટ્રલ બેંકોએ જુલાઈમાં પોતાના સોનાના ભંડારને વધારવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન ચીનની સેન્ટ્રલ બેંક PBoC એ આખી દુનિયાને ચોંકાવી દીધી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ આવી ગયો છે. વર્ષ 2026 માં અત્યાર સુધી સેન્ટ્રલ બેંકો દ્વારા રિપોર્ટ કરાયેલી સોનાની ખરીદી લગભગ 130 ટન રહી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં લગભગ 160 ટન સોનું ખરીદવામાં આવ્યું હતું.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના APAC ના સીનિયર રિસર્ચ લીડ મારીસા સલીમના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બેંકોએ જુલાઈમાં પણ સોનાનો ભંડાર વધારવાનું ચાલુ રાખ્યું. જુલાઈમાં સેન્ટ્રલ બેંકોએ કુલ 23 ટન સોનાની શુદ્ધ ખરીદી કરી. ઉભરતા બજારોની સેન્ટ્રલ બેંકો પણ આ મહિને સોનું ખરીદતી રહી. ચીને જુલાઈમાં 20 ટન અને પોલેન્ડે 8 ટન સોનું ખરીદીને સૌથી મોટી ખરીદી કરી.

ચીને વર્ષ 2026 માં અત્યાર સુધી પોતાના સોનાના ભંડારમાં 60 ટનનો વધારો કર્યો છે. પોલેન્ડ પછી આ બીજી સૌથી મોટી ખરીદી છે. જુલાઈ સતત 21 મો મહિનો રહ્યો, જ્યારે પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સોનું ખરીદ્યું. ચીનનો સત્તાવાર સોનાનો ભંડાર હવે કુલ રિઝર્વના 8 ટકા છે. ચીન પાસે લગભગ 2,366 ટન સોનું છે અને તે દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો રિપોર્ટેડ ગોલ્ડ હોલ્ડર છે. પીપલ્સ બેંક ઓફ ચાઈનાની સોનાની ખરીદી છેલ્લા કેટલાક મહિનાઓમાં ઝડપી થઈ છે. મે 2026 થી બેંક દર મહિને બે અંકમાં સોનું ખરીદી રહી છે.

જુલાઈમાં ચેક નેશનલ બેંકે 2 ટન સોનું ખરીદ્યું. આ સતત 41 મો મહિનો હતો, જ્યારે બેંકે શુદ્ધ રૂપે સોનું ખરીદ્યું. નેશનલ બેંક ઓફ કઝાકિસ્તાન, બેંક નેગારા મલેશિયા અને સેન્ટ્રલ બેંક ઓફ બોલિવિયાએ એક-એક ટન સોનું ખરીદ્યું. કઝાકિસ્તાનના કુલ ભંડારમાં સોનાનો હિસ્સો 75 ટકા છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઉઝબેકિસ્તાને વર્ષ 2026 માં અત્યાર સુધી 40 ટન સોનું ખરીદ્યું છે. ઉઝબેકિસ્તાનના ગવર્નર તૈમૂર ઈશ્મેતોવે કહ્યું કે, સોનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ રોકાણ સાબિત થયું છે. જો કે, સેન્ટ્રલ બેંક પોતાના રિઝર્વ મેનેજમેન્ટ પ્લાન હેઠળ અનુકૂળ કિંમતો પર સોનું વેચવાની શક્યતા પણ જોઈ રહી છે. ઉઝબેકિસ્તાનના કુલ ભંડારમાં સોનાનો હિસ્સો 87 ટકા છે અને તેની પાસે લગભગ 431 ટન સોનું છે.

જુલાઈમાં રશિયા સોનાનો સૌથી મોટો વિક્રેતા રહ્યો. જણાવી દઈએ કે, રશિયાએ 6 ટન સોનું વેચ્યું. ત્યારબાદ તુર્કી, જોર્ડન અને ઉઝબેકિસ્તાને એક-એક ટન સોનું વેચ્યું. રશિયાએ વર્ષ 2026 માં અત્યાર સુધી કુલ 50 ટન સોનું વેચ્યું છે. આ સાથે રશિયાનો કુલ સોનાનો ભંડાર ઘટીને 2,277 ટન રહી ગયો છે. તુર્કીએ પણ આ વર્ષે અત્યાર સુધી કુલ 85 ટન સોનું વેચ્યું છે. વર્ષ 2026 માં અત્યાર સુધી સોનાની ખરીદીના મામલે પોલેન્ડ સૌથી આગળ છે. પોલેન્ડે આ વર્ષે અત્યાર સુધી 90 ટન સોનું ખરીદ્યું છે. દેશ પાસે હવે 640 ટન સોનું છે, જ્યારે તેનો ટાર્ગેટ 700 ટન સોનાનો છે. પોલેન્ડના કુલ ભંડારમાં સોનાનો હિસ્સો લગભગ 28 ટકા છે.

સેન્ટ્રલ બેંકોએ સોના સાથે જોડાયેલી બીજી કેટલીક જાહેરાતો પણ કરી. બેંક ઓફ કોરિયાએ 13 વર્ષ પછી સત્તાવાર ગોલ્ડ એલોકેશનની જાહેરાત કરી. આ રોકાણ ગોલ્ડ-બેક્ડ ETFs દ્વારા કરવામાં આવ્યું છે. આ એલોકેશનનો અંદાજ 25 કરોડ અમેરિકી ડોલર અથવા લગભગ 2 ટન સોનાની બરાબર છે. બેંક ઓફ કોરિયાએ ઘરેલું સ્તરે રિફાઈન્ડ સોનું ખરીદવાની યોજના પણ બતાવી છે. તેનો હેતુ પોતાના ભંડારમાં વિવિધતા લાવવાનો અને ફુગાવા તથા જીઓ-પોલિટિકલ જોખમોથી બચાવ કરવાનો છે.
અમેરિકા પરથી દુનિયાનો ભરોસો ઉઠ્યો ? રાતોરાત ગાયબ થયું 1.31 લાખ કરોડનું ‘સોનું’, નાનકડા દેશે રમી સૌથી ‘મોટી ચાલ’
