40 મેચના પ્રતિબંધે બદલી નાખી ફૂટબોલ રેફરીની જિંદગી, હવે એડલ્ટ કોન્ટેન્ટથી રોજ કરે છે મોટી કમાણી
ચિલીની ભૂતપૂર્વ FIFA આસિસ્ટન્ટ રેફરી સિન્ડી નાહુએલકોય પર 2023માં 40 મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે હવે એક્સકલૂઝિવ ડિજિટલ સબ્સ્ક્રિપ્શન પ્લેટફોર્મ પર એડલ્ટ કોન્ટેન્ટ શેર કરીને પૈસા કમાય છે. એક પ્રતિબંધ બાદ તેણીએ ડિજિટલ ઈન્ફલ્યુએન્સર અને એડલ્ટ સ્ટાર તરીકે જોરદાર ફેન ફોલોઈંગ બનાવી અને ધૂમ કમાણી કરી.

ચિલીની પૂર્વ FIFA આસિસ્ટન્ટ રેફરી સિન્ડી નાહુએલકોય એક સમયે ફૂટબોલ મેદાન પર તેની સચોટ સિટીઓ અને નિર્ણયો માટે જાણીતી હતી. પરંતુ 2023 માં લાદવામાં આવેલા પ્રતિબંધે તેની સ્પોર્ટ કારકિર્દી સંપૂર્ણપણે બદલી નાખી.

સ્પોર્ટમાંથી નિવૃત્તિ લીધા પછી, સિન્ડીએ પોતાની એક નવી દુનિયા બનાવી અને આજે, એક રિયાલિટી ટીવી સ્ટાર, કન્ટેન્ટ ક્રિએટર, સફળ ડિજિટલ ઈન્ફલ્યુએન્સર અને એડલ્ટ સ્ટાર તરીકે, તે ફૂટબોલ રેફરી કરતાં અનેક ગણી વધુ કમાણી કરી રહી છે.

2023 માં, સિન્ડી અને સાથી રેફરી લોરેટો ટોલોસાએ રેફરી કમિશનના વડા જુલિયો બાસ્કુન્યાન પર સાથી રેફરી લેસ્લી વાસ્ક્વેઝની તરફેણ કરવાનો અને મેચ ફાળવણીમાં પક્ષપાત કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે, ANFP તપાસ આ આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ. ત્યારબાદ બોર્ડે બંને પર 40 મેચનો પ્રતિબંધ લાદ્યો, જે બાદમાં ઘટાડીને 30 મેચનો કરવામાં આવ્યો. આ પછી, સિન્ડીએ પ્રોફેશનલ ફૂટબોલ રેફરી તરીકેનું કામ જ છોડી દીધું અને નિવૃત્તિ લઈ લીધી.

આ વિવાદ પછી, સિન્ડીએ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણીએ ચિલીના એક લોકપ્રિય રિયાલિટી શોમાં ભાગ લીધો, જ્યાં તેની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ. તે સોશિયલ મીડિયા એન્ડોર્સમેન્ટ, ફેશન બ્રાન્ડ્સ અને પોતાના બિઝનેસ પ્રોજેક્ટ્સ પણ સંભાળે છે.

ફેન ફોલોઈંગ વધ્યા પછી, તેણીએ Onfayer જેવા એક્સકલૂઝિવ ડિજિટલ સબ્સ્ક્રિપ્શન પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું, જ્યાં તે બોલ્ડ અને એક્સકલૂઝિવ કોન્ટેન્ટ શેર કરે છે. અહેવાલો અનુસાર, તે આ પ્લેટફોર્મ પરથી દરરોજ US$2,000 સુધી કમાય છે. (PC: Instagram)
Breaking News : ઉંમરની છેતરપિંડીનો મોટો કાંડ, એક સાથે 65 ક્રિકેટરો પર પ્રતિબંધ, વર્લ્ડ કપ વિજેતા પણ સામેલ
