AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા પરથી દુનિયાનો ભરોસો ઉઠ્યો ? રાતોરાત ગાયબ થયું 1.31 લાખ કરોડનું ‘સોનું’, નાનકડા દેશે રમી સૌથી ‘મોટી ચાલ’

અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલા ભારે તણાવના મધ્યે એક એવા સમાચાર આવ્યા છે, જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. એક નાનકડા પણ શક્તિશાળી દેશે અમેરિકા પરથી પોતાનો ભરોસો ઉઠાવી લીધો છે અને ત્યાંથી 86,000 કિલોગ્રામ (રૂ. 1.31 લાખ કરોડ) સોનું અચાનક બહાર કાઢી લીધું છે. આખરે આ દેશે આટલું મોટું પગલું કેમ ભરવું પડ્યું? શું ભવિષ્યમાં કોઈ મોટો ખતરો આવવાનો છે?

| Updated on: Sep 06, 2026 | 8:28 PM
Share
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને લઈને નેધરલેન્ડે એક ચોંકાવનારું પગલું ભર્યું છે. નેધરલેન્ડની સેન્ટ્રલ બેંક (De Nederlandsche Bank) એ અમેરિકા અને કેનેડાથી પોતાનું 86 ટન એટલે કે 86,000 કિલોગ્રામ સોનું કાઢી લીધું છે, જેની કિંમત લગભગ ₹13,15,80,00,00,000 (લગભગ 1.31 લાખ કરોડ રૂપિયા) છે. નેધરલેન્ડે આ ભારે-ભરખમ સોનાને હવે લંડન શિફ્ટ કરી દીધું છે. બેંકે આની પાછળ વધતી જિયો-પોલિટિકલ અસ્થિરતાને મુખ્ય કારણ ગણાવ્યું છે.

1 / 6
ડચ બેંકનું સ્પષ્ટ કહેવું છે કે, કોઈ પણ મોટા આર્થિક કે વૈશ્વિક સંકટમાં લંડનથી સોનાનું ટ્રેડિંગ કરવું ન્યૂયોર્ક અને ઓટાવાની સરખામણીએ ઘણું સરળ તેમજ ઝડપી છે. DNB ના અધ્યક્ષ ઓલાફ સ્લિયેપેને જણાવ્યું, "આ પગલાથી અમે કટોકટીની સ્થિતિમાં અમારા સોનાનો તરત જ ઉપયોગ કરવા માટે તૈયાર છીએ. અમે આશા રાખીએ છીએ કે, ક્યારેય આવી સ્થિતિ ન આવે પરંતુ પડકારો માટે પોતાને તૈયાર રાખવા જરૂરી છે."

2 / 6
વર્ષ 2025 ના અંત સુધીમાં નેધરલેન્ડ પાસે કુલ 612.4 ટન સોનું હતું, જેની કુલ વેલ્યૂ લગભગ 83.7 અબજ ડોલર હતી. આ મોટા ફેરફાર પહેલાં બેંકનું 31.3% સોનું અમેરિકામાં અને 19.7% કેનેડામાં રાખેલું હતું. હવે શિફ્ટિંગ બાદ બંને દેશોમાં આ હિસ્સો ઘટીને 18.5% રહી ગયો છે. ત્યાં જ, લંડનમાં સોનાની હિસ્સેદારી 18.1% થી વધીને 32.1% થઈ ગઈ છે. બાકીનું 30.8% 'સોનું' નેધરલેન્ડે પોતાના જ દેશમાં સુરક્ષિત રાખ્યું છે.

3 / 6
આ કામ ચાલુ વર્ષે માર્ચથી ઓગસ્ટ વચ્ચે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ટ્રાન્સફરમાં થતા જોખમને ઓછું કરવા માટે કેટલુંક સોનું માર્કેટમાં ખરીદ-વેચાણ દ્વારા એડજસ્ટ કરવામાં આવ્યું, જ્યારે 27 ટન સોનું ભૌતિક (ફિઝિકલ) રીતે લાવવામાં આવ્યું, જેથી સોનાના બિસ્કિટ (ઈંટો) ને ઓગાળવાની જરૂર ન પડે.

4 / 6
પેરિસના નેશનલ ગોલ્ડ કાઉન્ટરના અધ્યક્ષ લોરેન્ટ શ્વાર્ટ્ઝના જણાવ્યા અનુસાર, "લંડન માર્કેટ સૌથી વધુ લિક્વિડ છે, જ્યાં ક્રાઈસિસ (સંકટ) ની સ્થિતિમાં ડીલ કરવી સરળ છે." એનાલિસ્ટ જોન પ્લાસાર્ડે ચેતવણી આપી છે કે, "આ ભલે એક વખતનું પગલું લાગે પરંતુ જો બીજી સેન્ટ્રલ બેંકો પણ નેધરલેન્ડની જેમ પોતાનું સોનું અમેરિકાથી બહાર કાઢવા લાગે, તો અમેરિકી સિસ્ટમ પરથી દુનિયાનો વિશ્વાસ ડગમગી શકે છે."

5 / 6
જણાવી દઈએ કે, વર્ષની શરૂઆતમાં જર્મનીએ પણ ન્યૂયોર્કમાં રાખેલા પોતાના સોનાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે, જર્મન સેન્ટ્રલ બેંક બુન્ડેસબેંકે હાલમાં તેને ત્યાંથી ન ખસેડવાનો નિર્ણય લીધો છે. ગોલ્ડ ઈન્વેસ્ટર્સ માટે આ એક મોટો સંકેત છે કે, ખરાબ સમયમાં દુનિયાના મોટા દેશો પણ સૌથી વધુ 'સોના' પર જ વિશ્વાસ મૂકી રહ્યા છે.

6 / 6

તમારા સપના પૂરા કરવા માટે સૌથી બેસ્ટ SIP કઈ? જાણો યોગ્ય મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવાની સૌથી સરળ રીત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">