Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી, કોઈ દુર્ઘટના ઘટશે પછી જ જાગશે પાલિકા?
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્મશાન રોડ વિસ્તારમાં તૂટેલા વોકળાનો સ્લેબ જોખમી બન્યો છે. સ્થાનિકો દ્વારા આ અંગે નગરપાલિકા ને અનેક રજૂઆતો કરવા છતા પાલિકનું નિંભર તંત્ર જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યુ છે. તેમણે નક્કી જ કરી લીધુ હોય કે કોઈ દુર્ઘટના ઘટે પછી જ કામગીરી કરવી તેવો ઘાટ ઘડાયો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સ્મશાન રોડ વિસ્તારમાં વોકળા પરનો તૂટેલો સ્લેબ સ્થાનિકો માટે જોખમી બન્યો છે. લાંબા સમયથી વોકળા પરના તૂટેલા સ્લેબનું સમારકામ ન થતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. વોર્ડ નંબર 9માં લોકોના ઘર અને દુકાનો નજીક ખુલ્લા વોકળાના કારણે મોટી જોખમ પણ ઉભુ થયું છે. સ્થાનિકોનો દાવો છે કે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાએ કોઈ કામગીરી કરી નથી
ઘરો અને દુકાનોની બિલકુલ નજીક જ ખુલ્લા વોકળાના કારણે રહેવાસીઓ અને વેપારીઓ માટે નરક જેવી સ્થિતિ સર્જાઈ. નાના બાળકો અને વૃદ્ધો જોખમી રીતે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધારામાં આ ખુલ્લા વોકળા ગંભીર અકસ્માત નોતરી શકે. તો બીજી તરફ ગંદકી અને ખુલ્લા વોકળાના કારણે દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો આગામી સમયમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો વિપક્ષે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
તો બીજી તરફ ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરનો દાવો છે કે વોકળાની સફાઈની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને મજૂરોની સમસ્યાના કારણે રીપેરીંગમાં વિલંબ થયો. આગામી સપ્તાહમાં રીપેરીંગની કામગીરી હાથ ધરાશે.
જન્માષ્ટમીના પાવન અવસરે જગત મંદિરમાં ઉમટ્યુ ભાવિ ભક્તોનું ઘોડાપૂર, દ્વારકાધિશના દર્શન કરી થયા ભાવવિભોર- Video
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જુનાગઢના જળાશયોના દેખાયા તળિયા- Video

