ટીમ ઈન્ડિયાના સ્પિનરે ભારત-શ્રીલંકા બાદ ઈંગ્લેન્ડમાં પણ બતાવ્યો દમ, 3 મેચમાં ત્રીજી વખત કર્યો આ કમાલ
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ડાબોડી સ્પિનર માનવ સુથારે ફરી એકવાર પોતાની બોલિંગનો જલવો બતાવ્યો છે. ભારત-શ્રીલંકા બાદ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં વોરવિકશાયર તરફથી રમતા તેણે હેમ્પશાયર સામે એવી અસર છોડી કે બેટ્સમેનો માટે તેની બોલિંગ મુશ્કેલી બની ગઈ. આ ભારતીય સ્પિનરે 3 મેચમાં ત્રીજી વખત ત્રણ વિકેટ લઈ કમાલ કર્યો હતો.

ભારતીય ડાબોડી સ્પિનર માનવ સુથારનું શાનદાર ફોર્મ ઈંગ્લેન્ડમાં પણ યથાવત છે. વોરવિકશાયર તરફથી રમતા સુથારે હેમ્પશાયર સામે પોતાની બોલિંગથી બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. તેણે મેચમાં એક ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી અને ખાસ સિદ્ધિ મેળવી. કાઉન્ટી ક્રિકેટની ત્રણ મેચની પાંચ ઇનિંગ્સમાં આ ત્રીજી વખત છે, જ્યારે તેણે એક ઇનિંગ્સમાં ત્રણ વિકેટ ઝડપી છે.

માનવ સુથારે હેમ્પશાયર સામેની મેચમાં પોતાની અસરકારક બોલિંગથી ટીમને મોટો ફાયદો કરાવ્યો. તેણે નિક ગુબિન્સ, એડી જેક અને જેમ્સ ફુલરને આઉટ કર્યા હતા. તેની શાનદાર બોલિંગના કારણે હેમ્પશાયરની ટીમ માત્ર 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પહેલાં વોરવિકશાયરે પ્રથમ ઇનિંગમાં 398 રન બનાવ્યા હતા. સુથારની બોલિંગના કારણે ટીમે હેમ્પશાયર સામે ફોલોઓનનો નિર્ણય લીધો હતો.

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ સુથાર કાઉન્ટી ક્રિકેટ રમવા ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો. વોરવિકશાયર તરફથી અત્યાર સુધીની ત્રણ મેચમાં તેણે સતત સારો પ્રભાવ પાડ્યો છે.

ભારત અને શ્રીલંકાની સ્પિનને મદદરૂપ પીચો ઉપરાંત હવે ઈંગ્લેન્ડમાં પણ સુથારનું પ્રદર્શન તેની પ્રતિભા દર્શાવે છે. તેના સતત સારા પ્રદર્શનથી ભારતીય ટેસ્ટ ટીમમાં તેની દાવેદારી પણ વધુ મજબૂત બની રહી છે. (PC:PTI/X)
Breaking News: ક્રિકેટમાં પહેલીવાર ટકરાશે ભારત અને જાપાન, આ દિવસે રમાશે ઐતિહાસિક T20 મેચ
