UPSC 2023 Final Result : UPSC 2023ની પરીક્ષાના પરિણામ જાહેર, જાણો ગુજરાતમાંથી કોના કોના નામ, જુઓ List
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ 2023 ની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ગયા વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી. જેના પરિણામ આજે જાહેર થયા છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 2023 ની પરીક્ષાના પરિણામોની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે હવે પૂરી થઈ ગઈ છે. UPSC CSEનું પરિણામ મંગળવારે જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાન બીજા ક્રમે રહ્યો છે. આ પછી, ત્રીજો રેન્ક અનન્યા રેડ્ડીએ અને ચોથો રેન્ક પીકે સિદ્ધાર્થ રામકુમારે હાંસલ કર્યો છે. રૂહાની પાંચમા સ્થાને છે. UPSC પરીક્ષામાં જનરલ કેટેગરીના 347, EWS કેટેગરીના 115, OBC કેટેગરીના 303, SC કેટેગરીના 165 અને ST કેટેગરીના 86 ઉમેદવારો પાસ થયા છે. કુલ 1016 પરીક્ષામાં પાસ થયા છે.
ગુજરાતના આ વિદ્યાર્થીઓના નામ
આ પરિક્ષામાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ પાસ કરી છે ત્યારે ગુજરાતના વિષ્ણુ શશી કુમારનો 31મો રેન્ક, ઠાકુર અંજલિ અજયનો 43મો રેન્ક, અતુલ ત્યાગી 62માં રેન્ક પર, પટેલ મિતુલ કુમાર અશ્વિન ભાઈ 139માં રેન્ક પર, રમેશ ચંદ્ર વર્માંનો 150મો રેન્ક, પટેલ અનિકેત કમલેશભાઈનો 183મો રેન્ક, ઝા સમીક્ષા સત્યેન્દ્ર 362મો રેન્ક, પટેલ હર્ષ રાજેશ કુમાર 392મો રેન્ક, ચંદ્રેશ શાંખલા 432મો રેન્ક.
આ સાથે કરણ કુમાર મનસુખભાઇ પન્નાનો 486મો રેન્ક, પટોલિયા રાજ ભીખુભાઈ 488 મો રેન્ક, દેસાઈ જૈનીલ જગદીશભાઈ 490મો રેન્ક, કંચન માનસિંહ ગોહિલ 506મો રેન્ક, સ્મિત નવનીત પટેલ 562મો રેન્ક, અમરાની આદિત્ય સંજય 702 મો રેન્ક, દીપ રાજેશ પટેલ 776મો રેન્ક, નીતીશ કુમાર 797 મો રેન્ક, ઘાંચી ગઝાલા મોહમ્મદ હનીફ 825 મો રેન્ક, અક્ષય દિલીપ લંબે 908 મો રેન્ક, કિશન કુમાર જીતેન્દ્ર કુમાર જાદવ 923મો રેન્ક, પાર્થ યોગેશ ચાવડા 932 મો રેન્ક, પારગી કેયુર દિનેશ ભાઈ 936મો રેન્ક, મીના માનસી આર. 946મો રેન્ક, ભોજ કેયુર મહેશભાઈ 1005મો રેન્ક અને ચાવડા આકાશ અરવિંદભાઈ 1007મો રેન્ક આવ્યો છે.
UPSC 2023નું પરિણામ જાહેર
UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ગયા વર્ષે 28 મેના રોજ લેવામાં આવી હતી. પ્રિલિમ રાઉન્ડમાં પાસ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પાત્ર હતા. UPSC CSE મેન્સનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થયું હતું. ઉમેદવારો સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર સરળતાથી ચકાસી શકે છે.
આ પરિક્ષાઓના રિઝલ્ટ જાહેર
ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વિદેશ સેવા (IFS) સહિત વિવિધ કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં કુલ 1,105 ખાલી જગ્યાઓ ભરવા માટે UPSC સિવિલ સર્વિસિસ પરીક્ષા 2023 લેવામાં આવી હતી. તાજેતરના વર્ષોમાં, મહિલાઓએ UPSC પરીક્ષાઓમાં ટોચનું સ્થાન મેળવવામાં સિદ્ધિઓ હાંસલ કરી હતી, પરંતુ આ વખતે છોકરાઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે.