વિદેશમાં અભ્યાસ કર્યો,ઉદયપુરના રાજકુમાર લક્ષ્યરાજ સિંહ મેવાડના પરિવાર વિશે જાણો
છેલ્લા કેટલાક દિવસથી મહારાણા પ્રતાપના વંશજ અને મેવાડાના રાજવી પરિવારના રાજકુમારો ખુબ ચર્ચામાં છે. મહારાણા પ્રતાપના વંશજો સિંહાસનને લઈને બે જૂથોમાં વહેંચાયેલા છે. આજે અમે તમને આ રાજવી પરિવારનો સંપૂર્ણ ઇતિહાસ જણાવીશું. સાથે અમે તમને મેવાડના રાજવી પરિવારના સભ્યો વિશે પણ જણાવીશું.
રાજસ્થાનના ઉદયપુરના મેવાડ રાજવંશ હાલમાં ખુબ ચર્ચામાં છે. તેનું કારણ છે કે, મેવાડ વંશનું 71મું સિંહાસન, મહારાણા પ્રતાપના વંશજ લક્ષ્યરાજ સિંહ અને તેમના પિતરાઈભાઈ વિશ્વ રાજ સિંહ વચ્ચે સિંહાસનને લઈ લડાઈ ચાલી રહી છે.લક્ષ્યરાજના પિતા અરવિંદ સિંહનું કહેવું છે કે તેમનો પુત્ર સિંહાસનને લાયક છે. જ્યારે સોમવારે અરવિંદ સિંહના મોટા ભાઈ મહેન્દ્ર સિંહના પુત્ર વિશ્વરાજ સિંહનું રાજતિલક કરવામાં આવ્યું હતુ. તેઓ હવે આ રાજવંશના 71મા મહારાણા હશે.
રાજવી પરિવારનો વિવાદ
વિવાદ ત્યારે વધુ થયો જ્યારે રાજ તિલક કર્યા બાદ વિશ્વરાજ સિંહ ઉદયપુર સિટી પેલેસ સ્થિત માતાજીના દર્શન કરવા માંગતા હતા, તે દરમિયાન ત્યાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે મહેન્દ્ર સિંહના દિકરા વિશ્વરાજનું રાજતિલક થયું તો નાનો ભાઈ અરવિંદ અને તેનો પરિવાર આનો વિરોધ કરી રહ્યા છે. અરવિંદ સિંહ મેવાડનું કહેવું છે કે, મેવાડ શાહી પરિવાર એક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, જેનું સંચાલન તેમના પિતા દ્વારા તેમને આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સિંહાસનનો અધિકાર મારો અને મારા પુત્ર (લક્ષ્યરાજ સિંહ)નો છે.
રાજવી પરિવારનો ઈતિહાસ
મેવાડના રાજવી પરિવારનો ઈતિહાસ ખૂબ જૂનો છે. આ લોકોને સિસોદિયા પણ કહેવામાં આવે છે. સિસોદિયા ભગવાન રામના કનિષ્ઠ પુત્ર લવના વંશજ હોવાનું કહેવાય છે. ભગવાન રામના પુત્ર લવને લાહોરનો રાજા બનાવવામાં આવ્યો હતો. પાછળથી ત્રીજી સદીમાં, ત્યાં રાજા કનકસેન હતો જેણે તેની પત્ની વલભીના નામે વલભી શહેરની સ્થાપના કરી અને તેને તેની રાજધાની બનાવી. તેમને ચાર પુત્રો હતા. 1. ચંદ્રસેન, 2. રાઘવસેન, 3. ધીરસેન, 4. વીરસેન. “ગુહિલ (સિસોદિયા) વંશ
ભૂપાલ સિંહના દિકરા હતો ભગવત સિંહ
ત્યારબાદ 1930 થી 1955 સુધી ભૂપાલ સિંહે ગાદી સંભાળી. તેમના પત્ની વીરદ કુંવર હતા. બંનેએ એક પુત્રને દત્તક લીધો હતો જેનું નામ ભગવત સિંહ હતું. ભગવત સિંહ 1955 થી 1971 સુધી સિંહાસન પર શાસન કર્યું. ભગવત સિંહને બે પુત્રો અને એક પુત્રી હતી. મહેન્દ્ર મેવાડ, અરવિંદ મેવાડ અને યોગેશ્વરી. મહેન્દ્ર મેવાડના પુત્રનું નામ વિશ્વરાજ સિંહ અને પુત્રવધૂનું નામ મહિમા કુમારી છે. અરવિંદ મેવાડના પુત્ર લક્ષ્યરાજ સિંહ મેવાડ અને પુત્રવધૂ કુમારી દેવ છે.