શું તમે પણ ચાના રસિયા છો? તો જાણો ચાના પ્રકારો અને તેના ફાયદાઓ
ચા એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. સવારનો પહેલો ઘૂંટડો હોય, મિત્રો સાથે બેસવાનું બહાનું હોય, વરસાદની મજા માણવાની હોય કે કોઈ દુ:ખને દુર કરવું હોય ચા દરેક માટે દવા બની જાય છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે લોકોનો ચા સાથેનો સંબંધ કેટલો જૂનો છે? આવો જાણીએ ચાનો ઈતિહાસ, તેના પ્રકારો અને ફાયદાઓ. […]
ચા એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. સવારનો પહેલો ઘૂંટડો હોય, મિત્રો સાથે બેસવાનું બહાનું હોય, વરસાદની મજા માણવાની હોય કે કોઈ દુ:ખને દુર કરવું હોય ચા દરેક માટે દવા બની જાય છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે લોકોનો ચા સાથેનો સંબંધ કેટલો જૂનો છે? આવો જાણીએ ચાનો ઈતિહાસ, તેના પ્રકારો અને ફાયદાઓ.
આ પણ વાંચો: કોરોના વેક્સિનના આગમન પૂર્વે તડામાર તૈયારીઓ, વેક્સિનના સ્ટોરેજ અને વિતરણ વ્યવસ્થાની તૈયારીઓ શરૂ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
1. ચાનો ઈતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે.
2. ચાઈનાના સમ્રાટ શાન નંગની સામે મૂકવામાં આવેલા ગરમ પાણીના કપમાં સૂકા પાંદડા પડ્યા અને તેની ચા બની.
3. બાદશાહને તેનો સ્વાદ ગમ્યો અને ધીરે ધીરે તે ચીનના મુખ્ય પીણાંમાંથી એક બની ગયું.
4. ભારતમાં ચાની પરંપરા બ્રિટિશરો દ્વારા વર્ષ-1834 માં શરૂ કરવામાં આવી હતી
5. મસાલા ચા: આદુ, કાળા મરી, લવિંગ, એલચી વગેરેને મિક્સ કરીને બનાવવામાં આવે છે જે મેદસ્વીપણાને રોકવામાં અસરકારક છે.
6. માખણ ચા: હિમાલય ક્ષેત્રના લોકો ચા સાથે માખણ અને મીઠાને ઉકળીને પીવે છે જે ઠંડીમાં હોઠને ફાટતા અટકાવે છે.
7. આસામની ચા: આ ચા કડક સ્વાદ અને સ્ફુર્તી માટે જાણીતી છે જે મગજને ફીટ રાખવામાં સક્ષમ છે.
8. દાર્જીલિંગ ચા: દાર્જિલિંગમાં ગ્રીન ટી, ઉલોંગ ટી અને વ્હાઇટ ટી થાય છે.
9. દાર્જીલિંગ ચા: દાર્જિલિંગની વિશેષતા બ્લેક ટી છે જે મેદસ્વીપણા અને પેટના અલ્સર માટે અસરકારક છે.
10. નીલગિરિ ચા: આ ચા વધારે આઈસ-ટીમાં વપરાય છે જે ડાયાબિટીઝના દર્દીઓ અને દાંતોના આરોગ્ય માટે સારી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો