કોરોના વેક્સિનના આગમન પૂર્વે તડામાર તૈયારીઓ, વેક્સિનના સ્ટોરેજ અને વિતરણ વ્યવસ્થાની તૈયારીઓ શરૂ
કોરોના મહામારીનો તોડ હવે મળી ગયો હોવાના વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા છે. ત્યારે સરકારે વેક્સિનના સ્ટોરેજ તથા તેના વિતરણની વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્ય સચિવના અધ્યક્ષપદે રાજ્યકક્ષાની સ્ટિયરિંગ કમિટિની એક મહત્વની બેઠક મળી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં કોરોના વેક્સિન માટે તાલુકા કક્ષા સુધી ટાસ્ટફોર્સની રચના કરવામાં […]
કોરોના મહામારીનો તોડ હવે મળી ગયો હોવાના વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યા છે. ત્યારે સરકારે વેક્સિનના સ્ટોરેજ તથા તેના વિતરણની વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુખ્ય સચિવના અધ્યક્ષપદે રાજ્યકક્ષાની સ્ટિયરિંગ કમિટિની એક મહત્વની બેઠક મળી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. રાજ્યમાં કોરોના વેક્સિન માટે તાલુકા કક્ષા સુધી ટાસ્ટફોર્સની રચના કરવામાં આવી છે. અને વેક્સિન સ્ટોર તથા કોલ્ડચેઇન પોઇન્ટનું ટેક્નિકલ ઓડિટ પણ પૂર્ણ કરી દેવાયું છે. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સેન્ટર તૈયાર કરાયા છે. તો જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં પણ 41 સ્ટોર તૈયાર કરાયા છે. સાથે અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા માટે 2,189 કોલ્ડચેઇન પોઇન્ટ ઉપલબ્ધ તૈયાર રખાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો